શું ભાજપના નેતા જીતુ વાઘાણી માટે કોઈ કાયદા લાગુ નથી પડતા ?, ફરી આવ્યા વિવાદમાં

Are there any laws not applicable for BJP leader Jitu Waghani ?, again in dispute

ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી આમ તો ઘણી વખત વિવાદમાં આવતા રહે છે. તો હવે નવો વિવાદ સામે આવ્યો છે. હાલ ગીર નેશનલ પાર્કમાં વનરાજોનું વેકેશન ચાલી રહ્યું છે. અને 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્યમાં જવા પર પ્રતિબંધ હોય છે.

તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી પ્રતિબંધિત વિસ્તારમાં જઈ આવ્યા હોવાના આક્ષેપો થયા છે. એટલું જ નહીં તેમણે ગીર અભયારણ્યમાં જાતે જીપ પણ ચલાવી. અને આ ફોટા વાઘાણીએ પોતે જ ફેસબૂકમાં પોસ્ટ કર્યા છે. ત્યારે ઘણા સવાલો ઉઠે છે.

શું ભાજપના નેતા જીતુ વાઘાણીને કોઈ કાયદા નથી નડતાં. શું વન વિભાગ વાઘાણી સામે મૂજરો કરી રહ્યું છે. વન વિભાગે પોતે જ વાઘાણીને ખુશ કરવા કાયદા નેવે મૂકી દીધા. સામાન્ય વ્યક્તિ જો અભયારણ્યમાં પ્રતિબંધિત વિસ્તારમાં દેખાય તો વનવિભાગ આકરો દંડ વસૂલે છે.

પરંતુ શું જિતુ વાઘાણી ભાજપના નેતા છે તેથી તેમને છૂટો દોરી આપી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવા અનેક સવાલો આ તસવીરો પરથી ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.