હવે મોટી ફિલ્મો પણ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે?- જાણો કેવી રીતે અને ક્યા જોઈ શકશો

  View this post on Instagram   #padman #toiletekpremkatha aur ab #lakshmibomb Aise Alg Alg Topic Par Alg Alg Role Karnewala Sirf Ek Hi Aadmi…

લક્ષ્મી બોમ્બ

ઘણાં દિવસોથી અક્ષય કુમારની મોટી ફિલ્મ લક્ષ્મી બોમ્બ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની ચર્ચા થઇ રહી છે. આ હોરર કોમેડી ફિલ્મમાં અક્ષયની સાથે કિયારા અડવાણી, શરદ કેલકર જેવા કલાકારો છે. ફિલ્મ તામિલ સુપરહિટ કંચનાની રીમેક છે. રાઘવ લોરેન્સના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ પહેલા 22મેના રોજ રજુ થવાની હતી.

ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા

અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની આ ફિલ્મ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1971ના યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મ પણ ઓટીટી પ્લેટફોર્મ પર ઓગસ્ટમાં જ રીલિઝ થશે.

ધ બિગ બુલ

અભિષેક બચ્ચનની આ ફિલ્મ હકીકતમાં પ્રખ્યાત સ્ટોક બ્રોકર હર્ષદ મેહતાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં અભિષેકની સાથે ઈલિયાના ડિક્રૂઝ અને નિકિતા દત્તા પણ છે.

સડક 2

આ ફિલ્મથી મહેશ ભટ્ટ લાંબા સમય પછી ડિરેક્શનમાં પાછા ફરી રહ્યાં છે. આ ફિલ્મ મહેશ ભટ્ટની સુપરહિટ ફિલ્મ સડકની સિક્વલ છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને પૂજા ભટ્ટ સિવાય આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂરની જોડી પણ જોવા મળશે.

શિદ્દત

આ ફિલ્મમાં સની કૌશન અને રાધિકા મદાનની જોડી જોવા મળશે. સાથે જ આમાં મોહિત રૈના અને ડાયના પેન્ટી જેવા કલાકારો પણ છે. આ ફિલ્મ કુણાલ દેશમુખે બનાવી છે.

મિમી

કૃતિ સેનનની આ ફિલ્મમાં તે એક સરોગેટ માતાની ભૂમિકામાં જોવા મળશે. તે ઉપરાંત ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, મનોજ પાહવા અને સુપ્રિયા પાઠક જેવા એક્ટર્સ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

દિલ બેચારા

હોલિવૂડની ફેમસ નોવેલ અને ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ પર બનેલી આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત, સંજના સાંઘી અને સૈફ અલી ખાન લીડ રોલમાં જોવા મળશે.

લૂટ કેસ

આ એક કોમેડી ફિલ્મ છે જેમાં કુણાલ ખેમુની સાથે રસિકા દુગ્ગલ અને ગજરાજ રાવ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *