ગજેરા પરિવારની લક્ષ્મી ડાયમંડના કારીગરોએ શા માટે કરી હડતાળ?

Published on: 3:08 pm, Thu, 25 May 23

સુરત હીરા ઉદ્યોગ માટે વિશ્વમાં જાણીતું છે. આ ઉદ્યોગ લાખો લોકોને રોજગાર આપી રહ્યો છે. પરંતુ મોંઘવારીના મારથી લોકો પરેશાન છે. તેવામાં સુરતમાં આવેલા લક્ષ્મી ડાયમંડના (Laxmi Diamond) 500થી વધુ રત્નકલાકારો પગાર વધારાને લઇ હડતાળમાં ઉતર્યા છે.

છેલ્લા કેટલાક સમયથી નવા કારીગરો આ ઉદ્યોગમાં આવતા નથી. તે બાબત તો ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે, તેનાથી મોટી ચિંતા જે કારીગરો હાલ છે તે પણ અન્ય વ્યસયાય કે નોકરીમાં જઈ રહ્યા છે. હાલમાં પણ સુરતમાં દોઢ લાખ કારીગરોની અછત છે. સાથે જ લોકોને મોંધવારીનો સામનો કરી રહ્યા છે. તેવામાં સુરતમાં આવેલા લક્ષ્મી ડાયમંડ Laxmi Diamond ના 500 કારીગરો પગાર વધારાને લઇ વિરોધ નોંધાવ્યો છે.

હિરાના કારીગરો પગાર વધારાની માંગને લઇ ને લઈ રત્નકલાકારો કંપની બહાર જ વિરોધ પ્રદર્શન  (Laxmi Diamond Strike) કરી રહ્યા છે. સામાન્યરીતે હીરા ઉદ્યોગમાં વર્ષ પૂર્ણ થયા દરમિયાન પગાર વધારવામાં આવતો હોય છે. પરંતુ કંપનીના નિયમ મુજબ પગાર પગાર નહીં વધારતા હોવાનો રત્નકલાકારોનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ કર્મીઓ માંગ કરી રહ્યા છે. કે જો પગાર નહીં વધારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.