પ્રેસ સાથે વાતચીત દરમિયાન DyCM નીતિન પટેલ પર જૂતું ફેંકાવનાર શખ્સનો થયો પર્દાફાસ, આ રીતે રચ્યું હતું ષડયંત્ર

કરજણમાં આવેલ કુરાલી ગામમાં થોડા દિવસ પહેલાં DYCM નીતિન પટેલ જાહેરસભાને સંબોધન કરી રહ્યાં હતાં. આ જાહેરસભા પછી DYCM મીડિયા કર્મીઓને સંબોધન કરી રહ્યા હતા.…

કરજણમાં આવેલ કુરાલી ગામમાં થોડા દિવસ પહેલાં DYCM નીતિન પટેલ જાહેરસભાને સંબોધન કરી રહ્યાં હતાં. આ જાહેરસભા પછી DYCM મીડિયા કર્મીઓને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું.

જો કે, આ મામલે ગૃહ રાજ્યમંત્રીના આદેશ પછી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે LCB દ્વારા જૂતું ફેંકવાનું ષડયંત્ર રચનાર રશ્મીન પટેલને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સ કોંગ્રેસનો સક્રિય કાર્યકર હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરા પોલીસે જણાવતાં કહ્યું હતું કે, રશ્મીન પટેલે જૂતું ફેંકાવ્યું છે, ફેંક્યું નથી.

કુરાલી ગામમાં પોલીસની ઉપસ્તિથીમાં DYCM પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. આ ઘટના પછી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસે CCTV ફૂટેજને આધારે શંકાસ્પદને ઝડપી પાડ્યો છે.

શકમંદના ફોટોને આધારે શખ્સની તપાસ શરૂ કરી દેવામાં આવી છે તો બીજી બાજુ આજે જૂતું ફેંકવાનું ષડયંત્ર રચનાર રશ્મિન પટેલની અટકાયત કરવામાં આવી છે. LCB પોલીસે શિનોરના વતની રશ્મિનની ધરપકડ કરવામાં આવી છે. રશ્મિન પટેલ કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે.

વડોદરા પોલીસ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. વડોદરા જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈએ જણાવતાં કહ્યું છે કે, માહિતીને આધારે પોલીસે ષડયંત્ર રચનાર શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસને આરોપીની ઓડિયો ક્લીપ મળી આવી હતી.

રશ્મિન પટેલે જૂતું ફેંકવાનું કાવતરૂ રચ્યું હતુંઃ વડોદરા પોલીસ
પોલીસે જણાવતાં કહ્યું હતું કે, આરોપી જુતુ ફેંકવામાં સફળ થતા ઉજવણી કરવાનો હતો. પોલીસને આરોપીની ઓડિયો ક્લીપ મળી આવી હતી. રશ્મિન પટેલે જૂતું ફેંકવાનું કાવતરૂ રચ્યુ હતુ. રશ્મિન પટેલ કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. કાવતરૂ રચવાની કલમો લગાવવામાં આવશે. કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ લેવામાં આવશે. નીતિન પટેલની સભા નિષ્ફળ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

રશ્મિન પટેલે ચપ્પલ ફેંકાવ્યુ છે, ફેંક્યુ નથીઃ વડોદરા પોલીસ
પોલીસે જણાવતા કહ્યું છે કે, કેસમાં FSLની પણ મદદ લેવામાં આવશે. અમિત પંડ્યા નામના વ્યક્તિની સાથે શખ્સની વાતચીત થઈ હતી. સભા વિક્ષેપ કરીને હુલ્લડનો પ્રયત્ન હોઈ શકે છે. અમિત પંડ્યા વડોદરામાં રહીને કોંગ્રેસનો પ્રચાર પ્રચાર કરે છે. રશ્મિન પટેલે ચપ્પલ ફેંકાવ્યુ છે, ફેંક્યુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *