રાજકરણમાં ભારે ગરમાવો: વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપની પ્રતિક વાળી થેલીના વિતરણને લઇને કહી દીધું એવું કે…

રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇને રાજકારણ ગરમાયુ છે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે…

રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇને રાજકારણ ગરમાયુ છે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે ટ્વીટ કર્યુ, “સાહેબ, હવે શરમ કરો”

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું છે કે, ભૂખ્યાને “અન્નનાં અધિકાર” ઉપર કમળ છાપ ઠેલીનો ભાર લદાય છે.! ભાજપના શાસકોની ખોટી અને લોક વિરોધી નીતિઓને કારણે મંદી, મોંઘવારી અને મહામારીમાં ધકેલાઈ ગયેલા નાગરિકોની સસ્તુ અનાજ આપવાના નામે મશ્કરી થઈ રહી છે.

વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ રાજકોટના આજીડેમ નજીકની એક દુકાને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત ખાલી થેલીઓ વિતરણ કરીને ક્રુર મજાક કરી હોવાની ઘટના ટાંકીને ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે, ભાજપ સરકાર ગરીબી દૂર કરી શકી નથી અને હવે ગરીબો જ દૂર થાય તેવો કારસો ઘડી રહી છે.

કોરોનાની મહામારીને કારણે અનેક લોકોની નોકરી જતી રહી છે અને બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. મોંઘવારી અને બેરોજગારી વચ્ચે લોકો ઝોલા ખાઈ રહ્યાં છે. લોકો રોજગારી માટે ભટકી રહ્યાં છે. ભાજપના રાજમાં સરકારી ગોડાઉનમાં અનાજ સડી રહ્કાયું છે અને બીજીતરફ લાખો બાળકો કુપોષણનો ભોગ બની રહ્ળાયા છે. બજારિયાઓ બેફામ બની ગયા છે અને ગરીબોના મુખેથી કોળિયો છીનવી રહ્યા છે.

ગરીબી દૂર ન કરી શકનારી ભાજપ સરકાર ગરીબોના બીપીએલ કાર્ડ દૂર કરીને ગરીબો ઘટ્યા હોવાનો દેખાડો કરી રહી છે. ગરીબોના હિસ્સાનો રેશનીંગનો જથ્થો કાળાબજારમાં વેચાઈ રહ્યો છે. સસ્તા અનાજની દુકાનેથી લોકોને પુરતું અનાજ, કેરોસીન, ખાંડ અને તેલ સહિતની જીવનજરૂરી ચીજો મળતી નથી. બીજીતરફ નકલી ફીંગર પ્રિન્ટથી કાળાબજારિયાઓ આ માલ બાબોરાબર બજારમાં વેચીને મલાઈ તારવી રહ્યાં હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ કરેલ હતો.

સાથે સાથે વિરોધધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ કહ્યું છે કે, સરકાર ગરીબોનો બે ટંકનો રોટલો આપી શકે નહીં તો કાંઈ નહીં, પરંતુ પ્રસિદ્ધી ભૂખી આ સરકાર વડાપ્રધાનના નામ સાથેની ખાલી થેલીઓ વહેચીને ગરીબોના સ્વમાન પર વજ્રઘાત કરવાનું સત્તામાં બેઠેલા લોકો બંધ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *