જાણો કૃષિ કાયદા પર લાગેલી સુપ્રીમની બ્રેક અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું ?

Published on: 5:45 pm, Tue, 12 January 21

અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલ કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપીને આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા. તેની ઉપર મંજૂરીની મહોર મારી હોવાનું વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્પાદક અને ઉપભોક્તા વિરોધી આ કાયદા પાછા ખેંચવાની કિસાનોને માગણીને કોંગ્રેસે ટેકો આપ્યો છે અને હવે કોંગ્રેસ આ મુદ્દો ગામડાથી લઈને ગલીઓ સુધી લઈ જઈને લડત આપશે. વિપક્ષ નેતાશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે આ દેશની સંસદમાં ઉપલા ગૃહમાં બહુમતી ન હોવા છતાં અસંવિધાનિક રીતે પસાર કરેલા ખેડૂત વિરોધી કાયદાઓ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે આજે રોક લગાવવામાં આવી છે.

કમનસીબે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર દ્વારા લોકો વિરોઘી, કાળા કાયદાઓ અસંવિધાનિક પરંપરાને અનુસરી પસાર કરીને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. તેના ઉપર નામદાર કોર્ટે લગાવેલી રોક એ હું માનું છું કે, પર્યાપ્ત નથી. આ કાયદાઓથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ ભૂતકાળ બની જવાના છે.

ખેત ઉત્પાદનો પાણીના ભાવે લુંટાવાના છે, નફાખોરી તથા મોંઘવારી સતત વધવાની છે, મોટી કંપનીઓ ખેડૂતને છેતરશે, નાના વેપારીઓ બેરોજગાર બનવાના છે, ખેત મજદૂરોનો રોજગાર છીનવાવાનો છે, માર્કેટયાર્ડની જમીનો વેચાઈ જશે, સંગ્રહખોરી અને કાળાબજારી સમગ્ર દેશમાં હાહાકાર મચાવશે.

ખેડૂતો માટે કોર્ટના દરવાજા પણ બંધ થવાના છે ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નોતરું આપનાર આ ત્રણ કાયદાઓ પર નામદાર સુપ્રીમ કોર્ટની રોકને આવકારું છું. આજે નામદાર કોર્ટે આ કાળા કાયદાઓ ઉપર રોક લગાવવામાં આવી છે પણ આજે લાખો ખેડૂતો પોતાના હક્ક માટે આ કડકડતી ઠંડીમાં છેલ્લાં 60 દિવસથી રોડ પર અહીંસાના માર્ગે આંદોલન કરી રહ્યા છે.

તેમ છતાં આ ખેડૂત વિરોધી સરકારના પેટનું પાણી કેમ નથી હલતું ? એ હવે સમગ્ર દેશવાસીઓના મનમાં સવાલ ઉભો થાય છે. આવનાર દિવસોમાં સરકારને જો થોડી પણ શરમ આવે તો તાત્કાલિક અસરથી અસંવિધાનિક રીતે પસાર કરેલ ત્રણેય કાળા કાયદાઓ નાબૂદ કરવા જોઈએ એવી વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી.

જો સરકાર આ ત્રણેય કાળા કાયદાઓ નાબૂદ ન કરે તો આવનાર દિવસોમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નહિ મળે અને બીજી બાજુ ઉપભોકતા એવા ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. ઉત્પાદક અને ઉપભોકતાઓને બચાવવા માટે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ ‘ભારત બચાવો અભિયાન’ને ગામોની ગલીઓ સુધી લઇ જશે એવું વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle