મોહ’જાળ’માં ભેરવાયા નેતાઓ અને IAS-IPS અધિકારીઓ, ચાર યુવતીની ધરપકડ..

મધ્ય પ્રદેશમાં પોલીસ એક હનીટ્રેપ મામલાની તપાસ કરી રહી છે. બુધવારે રાત્રે આ સંદર્ભે ભોપાલમાંથી ચાર યુવતીઓ સહિત અમુક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.…

મધ્ય પ્રદેશમાં પોલીસ એક હનીટ્રેપ મામલાની તપાસ કરી રહી છે. બુધવારે રાત્રે આ સંદર્ભે ભોપાલમાંથી ચાર યુવતીઓ સહિત અમુક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ લોકો સામે ઇન્દોરમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઇન્દોર પોલીસ પાસેથી મળેલી માહિતી બાદ ભોપાલ પોલીસ અને ATS (Anti-Terrorist Squad) તરફથી ખાસ અભિયાન ચલાવીને તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવતીઓએ અનેક IAS-IPS અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.

ઇન્દોરમાં ફરિયાદ 

યુવતીઓની ધરપકડ બાદ આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે. ATS તરફથી હાલ ચાર યુવતીઓને અટકાયતમાં લેવામાં આવી છે. ઇન્દોરમાં થયેલી ફરિયાદના આધારા આ કાર્યવાહી કરવામાં આવી છે. એવા સમાચાર મળ્યાં છે કે આ યુવતીઓએ નેતાઓ અને પોલીસ અધિકારીઓને બ્લેકમેઇલ કર્યા હતા. આ યુવતીઓ ઇન્દોરમાં અમુક લોકોને જાળમાં ફસાવીને તેમની ધમકાવી રહી હતી, તેમજ ભોપલમાં યુવતીઓ અનેક નેતાઓ અને અધિકારીઓને પોતાનો શિકાર બનાવી ચુકી હતી. પોલીસે આ મહિલાઓની કોટરા નેહરુ નગર, પપલાની અને અયોધ્યા નગરમાંથી ધરપકડ કરી છે. યુવતીઓની સાથે સાથે અન્ય લોકોની પણ અટકાયત કરવામાં આવી છે.

IAS-IPS અધિકારીઓ અને નેતાઓને શિકાર બનાવ્યા : થોડા મહિના પહેલા એક સીનિયર આઈએએસ અધિકારીને બ્લેકમેઇલ કરવામાં આવ્યા હતા. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બીજા નેતાઓ અને અધિકારીઓ પણ હનીટ્રેપની જાળમાં ફસાઈ ચુક્યા છે. પોલીસની કાર્યવાહીમાં આ અંગે ખુલસા થઈ શકે છે. સીનિયર આઈએએશ અધિકારીના હનીટ્રેપનો ખુલાસો થયા બાદ ઇન્ટેલિજન્સ પોલીસ સતત આ મામલાનો તપાસ કરી રહી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે એક યુવતીની ભોપાલના પોશ વિસ્તાર રિવેરા ટાઉનશિપમાંતી ધરપકડ કરવામાં આવી છે. આ યુવતી અહી પૂર્વ મંત્રીના ઘરે ભાડે રહેતી હતી. જે યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એકનો વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. ધરપકડ કરવામાં આવેલી યુવતીઓના મોબાઇલ ફોનમાંથી વાંધાનજક વીડિયો અને સામગ્રી મળી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *