અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા: માનવજીવન બચાવવાના આ મહાયજ્ઞમાં આપણી સમજણની આહુતિ આપીએ

આપણે સૌ જાણીએ છીએ તેમ જે વસ્તુ આવે છે તે જવા માટે જ આવે છે, તેમ અત્યારે જે ખરાબ સમય આવ્યો છે એ રહેવા નથી…

આપણે સૌ જાણીએ છીએ તેમ જે વસ્તુ આવે છે તે જવા માટે જ આવે છે, તેમ અત્યારે જે ખરાબ સમય આવ્યો છે એ રહેવા નથી આવ્યો.. એ પણ જવાનો જ છે. એટલે અત્યારે આપણાં સૌ પર આવી પડેલી મુસીબતનો આપણે ખુબ જ ધીરજપૂર્વક… ખુબ જ શાંતચિતે… વિચારીને અને જાગૃત રહીને આપણે આ મહામારીનો સામનો દ્રઢતાપૂર્વક કરવાનો છે.

મિત્રો, આજ સુધી સુરતે અને સુરતવાસીઓ એ આવા ઘણા બધા કુદરતી યુદ્ધો સામે વિજય મેળવ્યો છે એના આપણે સાક્ષી છીએ.. જુઓ ને, ૧૯૯૪ જ્યારે પ્લેગ જેવી મહામારી આવી ત્યારે પણ આપણે સૌ સુરતવાસીઓ એક થઈ અને પ્લેગની મહામારીને હરાવીને ખૂબ જ ઝડપથી સુરત દેશના નકશામાં ચમકવા લાગ્યું હતું. એવો જ બીજો દાખલો છે કે, વર્ષ ૨૦૦૬ માં સુરતમાં પાણી આવ્યું અને પાણી આપણા સૌના ઘર સુધી પહોચી ગયું.. આ આફત પણ કઈ નાની સૂની હતી નહીં..! તો પણ સુરત ફરીથી બેઠું થયેલું અને વિકાસના પંથે ચડી ગયેલું. જેની નોંધ UN એ પણ લેવી પડેલી.

મિત્રો, સુરત પર આવી નાની મોટી કેટલીય આફતો આવી જ છે અને તમામ મુશ્કેલીમાં સુરતવાસીઓ પ્રેક્ટિકલ બનીને તેમાથી બહાર નીકળવાના રસ્તાઓ પોઝિટિવ રીતે શોધી લે છે. મિત્રો, અત્યાર સુધી જે કઈ આફતો આવી તે ખાલીને ખાલી ગુજરાત પૂરતી અને સુરત પૂરતી મર્યાદિત હતી પણ, આ કોરોના મહામારી એ તો આખા વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે એમાંથી આપણું સુરત કેમ બહાર નીકળે..? સુરત સેઈફ કેવી રીતે રહે..? અને જ્યારે આખા રાષ્ટ્રની નજર આપણાં પર હોય ત્યારે આપણી વિચારધારા, ધીરજ અને આપણી યુનિટી જ આપણને આ મુશ્કેલી માથી બહાર કાઢશે. તો ચાલો, આપણે સૌ સરકારશ્રી, SMC સાથે તથા સમાજ સાથે અને આપણાં પરિવાર સાથે કંધેથી કંધા મિલાવીને, સાથ અને સહકાર આપીને સુરતીઓને સુરક્ષિત રાખીએ અને સુરતને ફરીથી બેઠું કરીએ. વાઇબ્રેશન મોડ માં ધબકતું – ધબકતું કરીએ.

મિત્રો, આ સમય આપણાં માટે અને સમગ્ર વિશ્વ માટે ફર્સ્ટ ટાઇમ છે.. સરકાર માટે પણ આ અણધારી આવેલી પરિસ્થિતિ છે.. આપણી મેડિકલની ટિમ માટે પણ આ નવો રોગ છે.. એવા સમયમાં પણ આપણી સરકાર ઘણું બધુ કરી રહી છે.. જુઓને મિત્રો આપણે સૌએ અનુભવ્યું છે કે, આપણાં નરેન્દ્રભાઈ કોરોના મહામારીથી આપણેને ચેતવવા વારંવાર લાઈવ થયા છે. તેમની આંખોમાં જળજળિયા આવી જાય છે એને હાથ જોડીને કહે છે કે, બધા સેઇફ રહો, માસ્ક પહેરો.

આ કોરોનાની ભારતમાં એન્ટ્રી થતા તુરંત જ નરેન્દ્રભાઈએ આપણાં ભારતમાં લોકડાઉન કરી નાખ્યું અને જેનાથી જે કેસ અત્યારે ૧૦ લાખ ઉપર પહોચ્યા છે, તે જો ન કર્યું હોત તો તે કરોડોમાં હોત..! એટલે નરેન્દ્રભાઇનું એક સૂત્ર હતું કે, “જાન હૈ તો જહાન હૈ” એટલે આપણને બધાને બચાવી લીધા છે તે બદલ આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને જુઓને આ કોરોના કાળથી આપણે બધા જે બહાર ફરવા વાળા.. દોડા દોડી કરવા વાળા.. બિઝનેસમાં ગળાડૂબ રહેવાવાળા.. દેશ વિદેશમાં ફરવાવાળા.. આજે બધા જ ઘરમાં બેઠા છે.. આવી કોઈએ કોઈ દિવસ કલ્પના પણ કરી ન હતી..!

આપણું ધાર્યું દર વખતે થતું નથી અને એટલે જ નરસિહ મહેતાએ ગાયું છે કે “હું કરું હું કરું એજ અજ્ઞાનતા, સંકટનો ભાર જેમ સ્વાન તાણે, શ્રુષ્ટિ મંડાણ છે એની પેરે, જોગી જોગીસ્વરા કોઈ જાણે,” આતો બધી ઈશ્વરની યોજના મુજબ ચાલ્યા કરે છે. પણ ઈશ્વરે આવી યોજના કેમ કરી હશે..? તે આપણને સમજાતું નથી..! તે તો આપણને ન જ સમજાય ને.. કેમ કે, આપણે અલ્પજ્ઞ છીએ.

મિત્રો, આખા ભારતના નાના વર્કરોને પોતાના વતનમાં જવા સરકારશ્રીએ સ્પેશ્યલ ટ્રેનો દોડાવી.. ડાયમંડમાં પણ ૩૦ થી ૪૦ ટકા લોકો અત્યારે વતન જતાં રહ્યા છે. હવે, ત્રણ મહિના પછી ડાયમંડની ફેકટરીઓ શરૂ તો થઈ છે પણ, માન. કમિશ્નરશ્રી સાહેબ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઇન્સ મુજબ આપણે બધાને બોલાવી શકતા નથી. સરકારશ્રીની ગાઈડલાઈન્સનું પાલન કરીશું તો જ આપણે સંક્રમણથી બચી શકીશું.

દુનિયામાં ૧૫૦ થી વધારે દેશોમાં વેચાય છે. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ અને સામાન્ય રીતે અત્યાર સુધી એવું બનતું હતું કે, અડધી દુનિયામાં પ્રોબ્લેમ હોય અને અડધી દુનિયામાં પ્રોબ્લેમ ન હોય એટલે ૫૦ થી ૬૦ ટકા બિઝનેસ તો ચાલતો જ હતો. પણ, આ કોરોના કાળ એવો આવ્યો કે, આખી દુનિયાને તેના ભરડામાં લઈ લીધી..! એટલે બધી જગ્યાએ આપણાં ડાયમંડ વેચાતા ઠપ થઈ ગયા હતા. હવે ધીરે ધીરે થોડું વેચાણ શરૂ થયું છે, એક બાજુ ડિમાન્ડ પણ નથી એટલે એક્સપોર્ટ ઉપર બહુ મોટી અસર પડે એ સ્વાભાવિક છે. બીજી બાજુ ઇમ્પોર્ટની જરૂર જ ના હોય એટલે થાય જ નહીં.. એટલે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ નહિવત છે.

આ બધી પરિસ્થિતિના કારણે ફેકટરીઓ પણ ફૂલફેઝમાં ચાલે તેમ નથી પણ સારા સમાચાર એ છે કે, આખી દુનિયામાં છેલ્લા બે મહિનાથી ડાયમંડ બિઝનેસ એકદમ શાંત થઈ ગયો હતો, તેના બદલે અત્યારે ૨૫ ટકા જેટલો તો શરૂ થઈ ગયો છે અને હવે ધીરે ધીરે શરૂ થશે. પણ, એમાં આપણે કોઈએ ગભરાઈ જવાની જરૂર નથી..! કેમ કે, આજે ૨૫ ટકા…. કાલે ૩૦ ટકા..૩૫ ટકા તે પાછો કદાચ ડિસેમ્બર સુધીમાં ૧૦૦ ટકા પણ થઈ જાય એટલે, આપણે અત્યારે વધારે ધંધો કરવાની ઉતાવળ કરવી નહીં. આ સમયે તો આપણે બચવાની જરૂર છે. આપણી સાથે જોડાયેલા કારખાનેદારો હોય કે રત્નકલાકારો હોય તે બધાએ સહિયારુ આયોજન અને પ્લાન કરીને આપણે બચવાનું છે.

આપણાં કાઠીયાવાડમાં કહેવત હતી કે “કાળ જાય, કેણી રહી જાય” આ કાળ એટલે સમય આવ્યો છે તે પણ જતો રહેશે.. પણ સંયમ રાખવાનો સમય છે. કારખાનેદારોએ પણ સંયમ રાખવાનો છે.. બાયરોએ પણ સંયમ રાખવાનો છે.. સપ્લાયરોએ પણ સંયમ રાખવાનો છે.. અને રત્નકલાકારોએ પણ સંયમ રાખવાનો છે.

મિત્રો અત્યારે હું આપ વખાણ કરવા માટે નથી કહેતો પણ, અમારી SRK કંપનીની સાથે જોડાયેલા સૌ કોઈને તન-મન અને ધનથી અને માનસિક હુંફ આપીને જેટલા સાચવી શકાય તેટલા સાચવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ભગવાન નથી કે, બધું જ બધા કરી શકે… પણ, મેક્સીમમ જેટલો સાત્વિક સ્પોર્ટ આપી શકાય તેટલો આપ્યો છે. અમારી જેમ ડાયમંડની અનેક કંપનીઓએ અને ડાયમંડ સિવાયની પણ મોટાભાગની કંપનીઓએ આજ રીતે પોતાના વર્કરોને સાથે રાખીને તન-મન-ધનથી માનસિક હુંફ આપીને સાચવી લીધા છે. આવી રીતે ભેગા મળીને.. એકબીજા ને સપોર્ટ કરીને આવેલા સમયને પણ આપણે વિદાય આપવાની છે.

આપણાં ભારતના બિઝનેશના ભીષ્મપિતામહ “માન. શ્રી રતન તાતા” એ હમણાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, “૨૦૨૦નું વર્ષ નફો-નુકસાન ગણવાનું નથી પણ, જીવ બચાવવાનું છે.” આમ આપણે જો જીવ બચાવી લેશું તો મને લાગે છે કે, ૨૦૨૧માં આપણે જીતી જઇશું. એ મુજબ હું બહુ આશાવાદી છું અને પોઝિટિવ વિચારતો હોવાથી મને લાગે છે કે, આ ૨૦૨૧નું વર્ષ આપણું છે. આખી દુનિયામાં બહુ જ આનંદ અને પોઝિટિવિટી આવશે. બધાજ ધંધા ફૂલફેસમાં ચાલશે અને આપણો ડાયમંડ બિઝનેશ પણ બહુ જ સરસ ચાલશે અને બધા હેપ્પીનેશમાં આવી જશે.

મિત્રો, અત્યારે આપણી ફરજ એટલી જ છે કે, આપણી ભારત સરકાર, ગુજરાત સરકાર, ખાસ ફરજ પરના નાણા સચિવશ્રી મિલિંદ તોરવણે, મ્યુનિ. કમિશ્નરશ્રી બંછા નિધિ પાની, ખાસ ફરજ પરના અધિકારીશ્રી મહેન્દ્ર પટેલ, પોલીસ કમિશ્નરશ્રી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ , કલેક્ટરશ્રી ધવલ પટેલ તથા ઓલ મેડિકલની ટીમ & ડોક્ટર, નર્સ, પોલીસ સ્ટાફ આ બધાને આપણે દિલથી વંદન કરીએ અને પોતાના જીવના જોખમે કરેલી સેવાને સલામ કરીએ. સાથે સાથે અત્યારે એમને આપણાં જે સપોર્ટ જરૂર છે તે કરતાં રહીએ. હવે, આ સપોર્ટ કેવી રીતે કરી શકીએ..? બને તેટલું ઘરમાં રહીએ.. સૌને સુરક્ષિત રાખીએ.

મિત્રો, જ્યારે સરહદ પર યુધ્ધ ચાલતું હોય ત્યારે આપણો ઈમોશનલ ટચ આપણાં સૈનિકો સાથે હોય એ સ્વાભાવિક છે.. તેવી જ રીતે આ કોરોનાને નાથવા માટે ફર્સ્ટ કોરના વોરિયર્સ જે રીતે ફરજ નિભાવી રહ્યા છે તે સૌની સાથે આપણો ઇમોશનલ ટચ રાખીએ.. રાષ્ટ્ર બચાવવાના.. માનવ બચાવવાના.. સુરત બચાવવાના… આ યજ્ઞમાં આપણી સમજણની આહુતિ આપીએ.. ભગવાન સૌનું ભલું કરે…..!!!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *