જાણો ઘઉંની રોટલી ખાવાથી થતા ફાયદા અને ગેરફાયદા

Published on: 7:45 pm, Wed, 16 June 21

ગુજરાતીઓ રોજિંદા ખોરાકમાં રોટલીનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ શું તમને ખબર છે કે, વધારે રોટલી ખાવાથી પણ ચરબીના થર વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે રોટલીમાં સુગરનું પ્રમાણ વધારે રહેલું હોય છે.

શરીર માટે ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજની જેમ બાજરી, સોયાબીન જેવા જાડા (મોટા) ધાનનો ઉપયોગ ખોરાકમાં કરવો હિતાવહ છે.

ડોક્ટરના જણાવ્યાં પ્રમાણે, આપણા દેશમાં રોજીંદા ખોરાકમાં બાજરાના રોટલા જોવા મળતા હતા. પરંતુ ધીરેધીરે ખોરાકમાં પણ લોકોમાં શહેરીકરણ થઈ રહ્યું છે. બાજરીના રોટલા હવે શહેરી વિસ્‍તારોમાં જાણે અદ્રશ્‍ય જ થઈ ગયા છે અને ફાસ્‍ટફૂડના જમાનો આવતા સ્‍વાસ્‍થ્‍ય સંબંધી ચિંતાના કારણો વધી ગયા છે.

રોટલી ઘઉંથી બને શરીર માટે જરૂરી ગણાતા મીનરલ, વિટામીન્‍સ, ફાયબર, કેલ્‍સીયમ, આર્યન, મેંગેનીઝ સહિતના સુક્ષ્મ તત્‍વો ઘણા ઓછા હોય છે. પરિણામે વધુ પડતી રોટલી ખાવાથી શરીરમાં સુગર વધે અને ડાબાબીટીસની સંભાવનાઓ વધી જાય છે.

રોટલીમાં માઇક્રો પોષણ ઓછા પ્રમાણમાં હોય તેથી ઉણપથી ગ્લુટેન એલર્જી થાય છે. અને શરીર માં સોજા કે ખંજવાળ આવવાની શરૂ થઈ જાય છે.

આવા સંજોગોમાં ડોક્ટર ઘઉં બંધ કરીને બાજરો ખાવાનું કહે છે.ડોક્ટર બાજરા સિવાયના અનાજ જેવા કે જુવાર, રાગી, કોદરી ,નાગલી ,મોરયો જેવા ખોરાક લેવાનું કહે છે.

ઘઉં ,ચોખા ,મકાઈ જેવા અનાજમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે. તેમાંથી ફેટ અને પ્રોટીન પણ મળે.જુવાર, બાજરા, સોયાબીનમાંથી પ્રોટીન ,કેલ્શિયમ, આયરન, વિટામિન મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.