જુઓ કેવીરતે વિદેશમાં લોકો ઠંડા પાણીથી ઉતારે છે પોતાનું વજન- આવો નુસખો ક્યારેય નહિ જોયો હોય

Published on: 3:08 pm, Tue, 27 July 21

એક વયસ્ક પુરુષ ના શરીર માં તેના કુલ વજનના 65 ટકા પાણી હોય છે જ્યારે એક વયસ્ક સ્ત્રીના શરીરમાં તેના વજન માં કુલ 52 ટકા પાણી હોય છે. કાળઝાળ ગરમીમાં ઠંડું પાણી ન્હાવા માટે મળી જાય તો જન્નત મળી ગઈ હોય તેવું લાગે છે. શું તમે ઠંડા પાણીથી નહાવાના ફાયદા જાણો છો કે નહીં?

બહુ જ ઓછા લોકો આ હકીકતને જાણતા હશે કે ઠંડા પાણીથી નાહવાથી પુરુષોની પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.જયારે ગરમ પાણીથી નાહવાથી અંડકોષ પર ખરાબ અસર પડી શકે છે. કેમ કે ગરમ પાણી શુક્રાણુઓની સંખ્યા ઓછી કરી નાખે છે. જો તમે ઘરમાં નવા બાળકને લાવવાની તૈયારી કરી રહ્યા છો તો ઠંડા પાણીથી નહાવાનું શરૂ કરી દો.

આપણાં શરીરમાં બે પ્રકારની ચરબી હોય છે.પહેલી ચરબી હોય છે જે વ્હાઇટ ફેટ જે આપણા શરીર માટે હાનીકારક હોય છે અને બીજી હોય છે બ્રાઉન ફેટ જે શરીર માટે ફાયદાકારક છે. વ્હાઇટ ફેટ આપણા શરીર માં ખોરાક ખાવાથી એકઠી થાય છે જે શરીરના ઘણા ભાગમાં જમા થયેલો હોય છે. ઠંડા પાણીથી નહાવાથી આપણી કેલરી બર્ન થાય છે અને આપણે વજન ઓછું કરી શકીએ છીએ.

હેર એક્સપર્ટના જણાવ્યા અનુસાર ગરમ પાણીના બદલે ઠંડા પાણીથી વાળ ધોવાથી વાળ નું આયુષ્ય લાંબો સમય સુધી રહે છે. ઠંડા પાણીથી વાળ ધોવાથી વાળ સફેદ થતાં અટકે છે અને વાળ મુલાયમ તથા આકર્ષક બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.