99% લોકો નહિ જાણતા હોય ઊંઝામાં બિરાજેલા ઉમિયા માતાનો આ પૌરાણિક ઈતિહાસ, જાણો કઈ રીતે ગુજરાતમાં ઉતર્યા ઊંઝા માતા

Published on: 10:46 am, Tue, 21 June 22

આજે અમે તમને ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાનો ઈતિહાસ જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, માં ઉમિયા બીજું કોઈ નહિ પણ હિમાલયના પુત્રી અને ભગવાન શંકરના પત્ની પાર્વતીજી છે. તેમનું બીજું નામ ઉમા એટલે ઉમિયાજી છે. આ પર્વાતીમાં કૈલાશથી ગુજરાત કઈ રીતે આવ્યા તેની ઘણી પૌરાણિક કથાઓ છે.

એક પૌરાણિક કથા અનુસાર, જુના જમાનામાં સિદ્ધપુર એક ઐતિહાસિક યાત્રા ધામ હતું. તેનો ખુબ જ મહિમા હતો. અહી વેહતી નદીમાં દેવો સ્નાન કરવા આવતા હતા. એક દિવસ ઉમા અને ભગવાન મહેશ સ્નાન કરવા પધાર્યા. આ સ્થળની શોભા જોઇને અને ભક્તોની પૂજા-ભક્તિ જોઇને માં ઉમાએ અહી વસવાટ માટેની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાન શિવે સિદ્ધપુર નજીક જગ્યા પસંદ કરી માં ઉમાની સ્વહસ્તે સ્થાપના કરી. ત્યારબાદ ઉમિયામાં ના નામ ઉપરથી તે સ્થળ ઉમાંપુર તરીકે ઓળખાયું અને આજનું ઊંઝા નામ પ્રસિદ્ધ થયું.

એક કથા અનુસાર, એક દિવસભગવાન શિવ તાપ કરી રહ્યા હતા ત્યારે ત્યાં નારદજી આવ્યા અને કહ્યું હે ભોળાનાથ હિંગલાજ માતાના મંદિરે દર્શન કર્યા વગર તાપ અધૂરું ગણાય છે. પરંતુ, તે દિશામાં દાનવોનો ત્રાસ વધતો જાય છે. તેથી ધર્મનો પરાજય અને અધર્મનો નાશ થાય છે. પ્રજા દાનવોથી ત્રાહિમામ પોકારી ગઈ છે તેથી આપ આવો અને દાનવોનો ત્રાસ દુર કરો. નારદજીની આ વાત સાંભળી ભગવાન શિવે પાર્વતીની સાથે તે દિશામાં પ્રયાણ કર્યું.

રસ્તામાં અડાબીજ નામનું જંગલ આવ્યું. જેમાં રાક્ષસો રેહતા હતા. તેમાં તાર્કાસુર નામનો એક મહાન અસુર રેહતો હતો. ભગવાન શંકરનું તાર્કાસુર સાથે યુદ્ધ થયું ત્યારે પાર્વતીને એમ થયું આવા અસુર અહી વસે છે, તેમની સાથે યુદ્ધ થાય છે, આગળ કોણજાણે કેવાય જંગલો આવતા હશે. એટલે આગળ જવું હિતાવહ નથી. માટે તેમણે શિવજીને કહ્યું, હે દેવ! મને આ ભૂમિમાં રેહવા દો. માટે પાર્વતીમાં અહી રોકાયા. પાર્વતીજી જંગલમાં રહ્યા અને શિવજી રાક્ષસોનો સંહાર કરવા આગળ ચાલી નીકળ્યા.

ત્યારબાદ પાર્વતીજી મનમાં મુંજાયા કે, જંગલમાં એકલા શું કરવું? ત્યારે તેમણે માટીના 105 પુતળા બનાવ્યા. શંકરજી જયારે રાક્ષસોને હણીને આવ્યા ત્યારે પાર્વતીમાં બોલ્યા, હે નાથ! તમારી ગેરહાજરીમાં મેં આ પુતળા સાથે રમીને સમય વિતાવ્યો છે. તમે સૃષ્ટીના કર્તાહર્તા છો. આ દરેક પુતળાને સજીવ કરી દો. ત્યારે શિવજીએ પુતળાને સજીવ કર્યા. આ પુતળાની 52 જોડીઓ પરણાવી અને તેમાંતી પાટીદારોની 52 પેટાજ્ઞાતિઓ ઉતરી આવી. પાટીદારોની આ 52 શાખાઓએ પોતાની જીવનદત્રીમાં માં ઉમિયાને કુળદેવી તરીકે સ્થાપિત કર્યા. અને તેમની પૂજા અર્ચના શરુ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.