જાણો આ જનજાતિની દર્દનાક પરંપરા, હોઠમાં પડાવે છે મોટા કાણા

Learn the traumatic tradition of this tribe, the lips catch the big whip

આમ તો દુનિયામાં ઘણી પ્રકારની દુર્લભ ને પ્રાચીન જનજાતિઓ વસે છે. અને દરેકના પોતપોતાના જ નિયમ અને ખાસ રિવાજો હોય છે.આજે અમે જે જન જાતિ ની વાત કરી રહ્યા છીએ તે ઇથોપિયામાં મળી આવેલી એક દુર્લભ પ્રજાતિ છે. જેના કેટલાક રિવાજો એવા છે જેના વિશે આપણે કલ્પના પણ નથી કરી શકતા.

અમે વાત કરી રહ્યા છીએ મૂર્સી જનજાતીની જ્યાં સ્ત્રીઓ પોતાને આકર્ષિત બનાવવા માટે પોતાના હોઠમાં મોટા કાણા આવે છે અને એટલું જ નહીં તેમાં તે માટીમાંથી બનેલી ગોળ આકારની મોટી પ્લેટો પણ પહેરે છે.

માનવામાં આવે છે કે આ જૂના જમાનામાં શક્તિશાળી લોકો ખૂબસૂરત મુર્સી સ્ત્રીઓનું અપહરણ કરતા હતા. જેનાથી છુટકારો મેળવવા માટે મૂર્સિ લોકોએ પોતાના ઘરની સ્ત્રીઓને હોઠમાં એવી પ્લેટ પહેરવાની શરૂઆત કરી જેથી તેઓ ખરાબ દેખાય અને કોઈ તેમના પર ખરાબ નજર નાખી ન શકે. ત્યારથી લઈને અત્યાર સુધી પણ આ પ્રથા યથાવત ચાલુ જ છે. અહીંયા ની છોકરીઓ યુવાવસ્થામાં જ પગલું ભરતાં તેમની સાથે આ પ્રથા અપનાવે છે. હવે તેને સુંદરતાનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે.આ આખી પરંપરાને નિભાવવા માટે પહેલા માટીથી બનેલી આપને આગમાં પકાવવામાં આવે છે અને તેના ઉપર રંગીન ચિત્રો બનાવવામાં આવે છે.

સમય સાથે કાણાને મોટું કરવા માટે અહીંયાના લોકો પ્લેટો બદલી નાખે છે. તમને જણાવી દઈએ કે આ ખૂબ ખતરનાક સાબીત થઈ શકે છે પરંતુ આ લોકોનો દાવો છે કે આ પ્રથાના દુષ્પરિણામથી બચવા માટે તે જડીબુટ્ટીઓ નો ઉપયોગ કરે છે જેથી સંક્રમણ ન થાય.સાથે જ સમયની સાથે અહીંની મહિલાઓ હવે જાતે જ નિર્ણય કરે છે કે તેમને આ પરંપરાને અપનાવી છે કે નહીં. હવે આ પરંપરા માટે કોઈને જબરદસ્તી કરવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: