ગરમ બાફ લેનાર લોકો થઇ રહ્યા છે કોરોનાનો શિકાર- વધુમાં વધુ લોકોને શેર કરીને જણાવો યુનિસેફે જાહેર કરેલી હકીકત

Published on: 9:02 pm, Sat, 24 April 21

હાલ દેશની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. દેશમાં દરરોજ લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે અને હજારો લોકો મોતને ભેટી રહ્યા છે. દેશના કરોડો લોકો જીવન અને મોત વચ્ચેની લડાઈ કોરોના સામે લડી રહ્યા છે. સરકાર પણ દેશના દરેક લોકોને એક જ અપીલ કરી રહી છે કે, કામ વગર બહાર જવાનું ટાળો અને હંમેશા માસ્ક પહેરો.

કોરોનાના ઘણા ઉપાય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં મોટા ભાગના ઘરોમાં ગરમ બાફ મશીન જોવા મળી રહ્યા છે. બજારમાં 150 થી 200 રૂપિયાના મળતા આ બાફ મશીનથી કોરોના સામે લડી શકાય છે, આવું માની દરેક લોકો આ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ હાલના એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, સૌથી વધુ નુકશાન કારક જ આ બાફ મશીન છે.

આવી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટો ખુલાસો થયો છે જે, શું ગરમ બાફ લેવો યોગ્ય છે કે નહિ? શું આ બાફ લેવાથી કોરોના સામે લડી શકાય છે? આવા ઘણા સવાલોના જવાબ (UNICEF India) ઉનીસેફ ઇન્ડિયાએ એક જ વિડીયોમાં આપી દીધા છે. ખરેખર આવા સમયમાં ડોક્ટરોએ પણ આ બાફ લેવાની લોકોને મંજુરી આપી હતી. પરંતુ ઉનીસેફ ઇન્ડીયાના ટ્વીટર આઈડી પર પૌલ રૂટરે સાફ સાફ જણાવતા કહ્યું છે કે, ગરમ બાફ લેવાથી સૌથી મોટું કોરોનાનું જોખમ ઉભું થાય છે.

ઉનીસેફ ઇન્ડિયાના આ વિડીયોમાં સાફ સાફ કહેવાયું છે કે, વધારે માત્રામાં આ ગરમ સ્ટ્રીમ(બાફ) લેવાથી ગળા અને ફેફસાની નસો નબળી પડી જાય જે, જેના કારણે કોરોનાનું જોખમ ખુબ જ વધી જાય છે. વધારે માત્રામાં ગરમ બાફ લેવાથી ફેફસા સુધી પહોચતી નળીમાં ગરમ બાફને કારણે નુકશાન થાય છે. આવું ઉનીસેફ ઇન્ડિયાએ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.