ગુજરાત: તમાકુ ન મળતા પ્રધાનમંત્રી મોદીને પત્ર- “જો મને કઈ થયું તો સરકાર જવાબદાર”

Published on Trishul News at 11:42 AM, Mon, 25 May 2020

Last modified on May 25th, 2020 at 11:42 AM

હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન આપી દેવામાં આવ્યું છે, જેના કારણે લોકોને કોરોના ન થાય અને તેઓ સ્વસ્થ રહે. પણ જ્યારથી ભારતમાં લોકડાઉન 4.0 લાગુ કરવામાં આવ્યું ત્યારથી જ છૂટછાટમાં વધારો થયો છે, રોજ-બરોજ આટલા કેસો વધવા છતાં લોકો બેફામ ઘરની બહાર ઘૂમી રહ્યા છે. હાલમાં મેડીકલ અને જનરલ સ્ટોર સિવાય કોઈ પણ દુકાનો ખુલી નથી.

આવા સમયમાં થોડા દિવસ પહેલા એક તમાકુના વ્યસનીએ તમાકુ ના મળવાથી સરકારને જવાબદાર ઠેરવી હતી, અને મુખ્યમંત્રી સહીત પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. ગુજરાતમાં તમાકુ અને પાન બીડી ના હવે ચાણપર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે વ્યસનીઓ હવે  ખુલ્લા મેદાને આવી રહ્યા છે. જેમાં પોરબંદરના એક નાગરિક વડાપ્રધાન મુખ્યમંત્રી અને કલેકટર વગેરેને પત્ર લખીને જણાવે છે કે તેમને તમાકુનું વ્યસન છે, અને તે નહીં મળતા તે બીમાર થઈ શકે છે અને જો તે મૃત્યુ પામે તો આ માટે ગુજરાત સરકાર જવાબદાર રહેશે.

સાથે સાથે તેણે વધુમાં જણાવતાં કહ્યું છે કે, હાલ તમાકુના અને સોપારીના બેફામ કાળા બજાર થાય છે. જેમાં એજન્ટો કંપનીઓ બેફામ કમાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે તમાકુની છૂટ આપી છે. ગુજરાતમાં પણ સરકારે પહેલેથી જ પાન માવા મસાલા બીડી વગેરે વેચવા વર્ષોથી છૂટ આપી છે. અને તે કારણે જ તમાકુનું ઉત્પાદન મોટાપાયે થાય છે. અને એના લીધે જ મને વ્યસન થયું હતું. આમ વ્યસન માટે સરકાર પણ જવાબદાર છે અન્ય લોકો પણ સરકારને આ રીતે રજૂઆત કરી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "ગુજરાત: તમાકુ ન મળતા પ્રધાનમંત્રી મોદીને પત્ર- “જો મને કઈ થયું તો સરકાર જવાબદાર”"

Leave a comment

Your email address will not be published.


*