મોદી સામે અવાજ ઉઠાવનારા વધુ એક વ્યક્તિની કારકિર્દી પૂર્ણ, જાણો વિગતે

TrishulNews.com
Loading...
trishulnews.com ads

1990 માં કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સંજીવ ભટ્ટને જામનગરની કોર્ટે દોષિત કરાર દેતા આજીવન કેદની સજા ફટકારી છે. 1990માં જામનગરમાં ભારત બંધ દરમ્યાન હિંસા ફેલાઈ હતી. ભટ્ટ એ સમયે જામનગરના એસીપી હતા.

આ સમયે 133 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જેમાંથી 25 લોકો ઘાયલ થયા હતા અને 8 લોકોને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા.


Loading...

પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓમાં પ્રભૂદાસ માધવજી વૈષ્નાની મોત થઈ હતી. આ સમયે ભટ્ટ અને તેમના સાથી કર્મચારીઓ પર મારપીટનો આરોપ લાગ્યો હતો. જેમાં સંજીવ ભટ્ટ સહિતના અન્ય પોલીસકર્મીઓ પર મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો હતો. પણ ગુજરાત સરકારે મુકદ્દમો ચલાવવાની પરવાનગી નહોતી આપી. 2011માં રાજ્ય સરકારમાં ભટ્ટ વિરૂદ્ધ ટ્રાયલની અનુમતિ આપવામાં આવી હતી.

આ પહેલા સુપ્રીમ કોર્ટે તેમની યાચિકા પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ સમયે ભટ્ટે પોતાની વિરૂદ્ધ ફાઈલ થયેલી પિટીશનમાં થયેલી મોતની પહેલેથી તપાસ થાય તેવી માગ કરી હતી. ભટ્ટ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.

trishulnews.com ads

આ પહેલા ગુજરાતની નીચલી અદાલતે 30 વર્ષ જૂના આ કેસમાં 20 જૂને નિર્ણય સુરક્ષિત રાખવાનું કહ્યું હતું. જસ્ટીસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટીસ અજય રસ્તોગીની સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુજરાત સરકારની પક્ષની દલીલોને માની હતી. જે પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ પહેલા સંજીવ ભટ્ટને 2011માં નોકરી પરથી બરખાસ્ત પણ કરવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...