બાળકોને આપવા માગો છો સારા ગુણ? તો આજથી જ છોડી દો તમારી 4 ખરાબ આદત

બાળકોનો ઉછેર કરવા માટે માતા-પિતાએ કપરી મહેનત કરવી પડે છે. બાળકોને સારા ગુણ અને સંસ્કાર આપવા માટે માતા-પિતા દરેક શક્ય પ્રયાસ કરે છે પરંતુ તેઓ…

બાળકોનો ઉછેર કરવા માટે માતા-પિતાએ કપરી મહેનત કરવી પડે છે. બાળકોને સારા ગુણ અને સંસ્કાર આપવા માટે માતા-પિતા દરેક શક્ય પ્રયાસ કરે છે પરંતુ તેઓ ભૂલી જાય છે કે બાળકો તેમને જોઈને જ શીખે છે. વડીલો જે કંઈ કરે બાળકો તે શીખી જાય છે. તેથી, માતા-પિતા બનતા પહેલા કપલે તેમની ખરાબ આદતોને છોડવી જોઈએ. નહીં તો તે ખરાબ આદત બાળકમાં પણ આવી શકે છે.

ટીવી જોવું
ટીવી જોવું તે ખરાબ આદત નથી. પરંતુ કલાકો સુધી ટીવી સામે બેસી રહેવું તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. જ્યારે બાળકો માતા-પિતાને મોડી રાત સુધી ટીવી જોતા નોટિસ કરે છે, તો તેમને પણ લાગે છે કે આ જીવનનો એક ભાગ છે. આવું જ કંઈક મોબાઈલ માટે પણ છે. બાળકને પણ પછી ટેકનોલોજીની લત લાગી જાય છે. જેની ખરાબ અસર તેમના બૌદ્ધિક વિકાસ પર પડે છે. તેથી, બાળકો માટે સ્ક્રીન ટાઈમ નક્કી કરતા પહેલા પોતાના માટે પણ લિમિટ બનાવી લો.

બીજા સાથે સરખામણી કરવી
ક્યારેય પણ તમારા બાળકોની સરખામણી બીજા બાળકો સાથે કરવી નહીં. જો તમારામાં આવી આદત હોય તો તેને છોડી દો. તેની બાળકોના વિકાસ પર ખરાબ અસર પડે છે. બાળકનો આત્મવિશ્વાસ ઘટી જાય છે અને તે પોતાને બીજા કરતાં ઓછા આંકે છે. બાળકોના વખાણ કરો અને તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો.

મારઝૂડ
માતા-પિતા બાળકને સમજાવવાના બદલે ઘણીવાર તેમના પર હાથ ઉપાડે છે. જે એકદમ ખોટુ છે. આ રીતે તમે બાળકોની આગળ તે ઉદાહરણ સેટ કરો છે કે પોતાની વાત મનાવવા અથવા વિરુદ્ધ જવા પર મારઝૂડ કરવી યોગ્ય છે. બાળકો પર પર હાથ ઉપાડવાથી તેને માનસિક બીમારી થવાનો ખતરો રહે છે.

બૂમો પાડવી
ઘણા દંપતીને બૂમો પાડવાની આદત હોય છે. બાળકની નાની ભૂલ પર પણ તેઓ બૂમો પાડવા લાગે છે. તેઓ ભૂલી જાય છે કે તેની ખરાબ અસર બાળકો પર પડે છે. તેનાથી બાળકોને ડિપ્રેશન પણ આવી શકે છે. બાળકોનો સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. તેથી, બાળકને હંમેશા પ્રેમથી સમજાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *