કડકડતી ઠંડીમાં ઘરે બનાવો ઉત્તર ગુજરાતની આ પ્રખ્યાત વાનગી -આંગળી ચાટતાં રહી જશો

રાજ્યમાં આવેલ મહેસાણાં જીલ્લામાં શિયાળાની સીઝનમાં બનાવવામાં આવતું લીલી હળદરનું શાક ખુબ પ્રખ્યાત છે. આ લીલી હળદરનું શાક એવું તો મીઠુ લાગતું હોય છે કે,…

રાજ્યમાં આવેલ મહેસાણાં જીલ્લામાં શિયાળાની સીઝનમાં બનાવવામાં આવતું લીલી હળદરનું શાક ખુબ પ્રખ્યાત છે. આ લીલી હળદરનું શાક એવું તો મીઠુ લાગતું હોય છે કે, તમારી જીભને ટેસડો પડી જશે. આવો જાણીએ પરંપરાગત રીતે લીલી હળદરનું શાક બનાવવાની રીત વિશે.

શાક બનાવવાં માટેની સામગ્રી :
કુલ 500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ, ટમેટાની અધ્ધકચરી ગ્રેવી, ઘી અને તેમજ કુલ 750 ગ્રામ લીલી હળદર અને લસણ, 250 ગ્રામ આદું, મરચાની પેસ્ટ, લીલા વટાણા અને લીલી તુવેરની જરૂર પડશે. આની સાથે જ 200 ગ્રામ કોથમીર, સમારેલ ગોળ, મીઠું, લાલ મરચુંની જરૂર પડશે.

લીલી હળદરનું શાક બનાવવાની રીત:
સૌપ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાં સુધી સાંતળી લેવી જોઈએ. ત્યારપછી લસણ ઉમેરીને સાંતળવું જોઈએ, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી જોઈએ. ત્યારપછી ટામેટાની ગ્રેવી ઉમેરવી જોઈએ. ઘી છૂટું પડે એટલે આદું છૂટું છવાયું ભભરાવીને 1-2 મિનીટ રહેવા દેવું જોઈએ.

ત્યારપછી મરચાની પેસ્ટ ઉમેરવી જોઈએ. ત્યારપછી જરૂર પ્રમાણે મીઠુ તથા લાલ મરચું ઉમેરીને વટાણા અથવા તુવેર અને ગોળ ઉમેરી મિક્સ કરવું જોઈએ. છેલ્લે દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી દેવું જોઈએ. કોથમીર ઉમેરીને ગાર્નિશ કરવું જોઈએ. હવે તૈયાર થઈ ગયું હળદરનું ટેસ્ટી શાક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *