એવું તો શું થયું કે અમરેલી બગસરા હાઈવે પર લોકો ગાડીઓ થોભાવીને ઉભા રહી ગયા- જુઓ વિડીયો

Published on: 9:35 am, Wed, 13 January 21

હમણાં થોડા સમયથી ગુજરાતમાં અવાર નવાર પ્રાણી વચ્ચેના ઝઘડાનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમરેલી-બગસરા સ્ટેટ હાઇવે પર બાબપુર ગામ પાસે એક ડાલામથ્થા સિંહ દ્વારા નીલગાયનું મારણ કરવામાં આવ્યું હતું. નીલગાયને મારીને સિંહ દ્વારા રોડની તરફ મિજબાની માણવામાં આવી હતી.

નીલગાય મારણનાં દ્રશ્યો જોવા માટે રસ્તા પરથી જતા બધા વાહનચાલકો પણ થોડા સમય માટે ઉભા રહ્યા હતા. લોકો દ્વારા સિંહનો આ વીડિયો મોબાઇલમાં ઉતારવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે.

શિકારની શોધમાં બધા સિંહો રેવન્યૂ વિસ્તાર બાજુ વળ્યાં
ગીર જંગલમાંથી સિંહો ધીરે ધીરે શિકારની શોધમાં રેવન્યૂ વિસ્તાર બાજુ વળ્યા છે. બાબાપુર ગામ પાસે સિંહ આવતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ દેખાયો છે. ત્યાંના રહેણાંક વિસ્તારમાં સિંહો આવવાથી વન ખાતા પર પણ  ઘણા સવાલો ઉઠયા છે. અત્યારે ખેડૂતો દ્વારા શિયાળુ પાક વાવ્યો હોય રાતના સમયે પાણી વાળવા માટે વાડીએ જતા લોકો ડરે છે.

3 સિંહનું ગ્રુપ છેલ્લા 40 દિવસથી રાજકોટ જીલ્લાના સિમાડા સુધી આવે છે
ગીર જંગલમાંથી કુલ 3 સિંહનું ગ્રુપ રાજકોટ જીલ્લાની ભાગોળે ચડી આવે છે. 40 દિવસથી આ ગ્રુપ દ્વારા રાજકોટ જીલ્લાનાં આજુબાજુનાં ગામડામાં ધામા નાખવામાં આવ્યા છે. ગઇ કાલે રાજકોટ જીલ્લાનાં વડાળી ગામે સિંહો દ્વારા એક વાછરડીનું મારણ કરવામાં આવ્યું હતું. અને આજીડેમ પાસે પણ સિંહો પહોંચ્યા હતા. અત્યારે આ સિંહો સરધાર રેન્જમાં ફર્યા હોવા અંગેનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle