ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

પોલીસની ગાડીમાંથી જ ચાલતો હતો દારૂનો વેપાર- પોલીસે જ ઝડપ્યો 504 બોટલ દારૂ

એક તરફ કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી તરફ લોકો બે-બે મોઠે દારૂ પી રહ્યા છે તેવી ઘણી ઘટનાઓ સામે આવતી રહી છે. ગુજરાત રાજ્યમાં દારૂ બંધીની વાતો માત્ર કાગળ પર જ હોય તેવુ લાગી રહ્યું છે. રાજ્યમાં દારૂ આવતો રોકવા જે પોલીસને જવાબદારી સોપય છે તેની જ ગાડીમાંથી જો દારૂ મળે તો કેવું લાગે? આવી જ એક ઘટના મહિસાગરમાં સામે આવી છે. મહિસાગરના પ્રતાપપુરા સર્કલ પાસેથી પોલીસની જીપમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

રાજસ્થાનથી લાલ લાઇટવાળી સરકારી પોલીસ વાહનમાં ભારતીય બનાવટનો દારૂ ભરીને લુણાવાડાનો એમ.પી.શાખાનો પોલીસ કર્મચારી સંતરામપુર વિસ્તારમાંથી પસાર થતાં સંતરામપુર પોલીસે પકડી પાડયો હતો. પોલીસે પોલીસની ગાડીમાંથી 1.35 લાખનો દારૂ કબજે કરીને પોલીસ કર્મી વીરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિનો ગુનો નોધીને કાર્યવાહી કરી હતી. પોલીસ કર્મી દારૂ સાથે પકડતાં પોલીસ તંત્રમાં ખળભળાળ મચી ગયો હતો.

હમેંશા પોલીસે ગાડીમાં દારૂ સાથે બુટલેગરોને પકડી પાડવાની અનેક ઘટનાઓ બની છે. પણ પોલીસ કર્મી પોલીસની ગાડીમાં દારૂની હેરાફેરી કરતો હોવાના બનાવ સંતરામપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બન્યો છે. પોલીસ કર્મી સરકારી લાલ લાઇટવાળી પોલીસની ગાડીમાં બિન્દાસપણે દારૂની હેરાફેરી કરતાં સંતરામપુર પોલીસે પકડી પાડયો હતો.જે પોલીસ દારૂબંધીની કડક અમલવારી કરે છે તે જ પોલીસ કર્મી દારૂની હેરાફેરી કરતો ઝડપાય ત્યારે સૌ કોઇ આશ્ચય ચકિત થઇ ગયા હતા.

મહિસાગરના લુણાવાડાના જુની પોલીસ લાઇનના બ્લોક નં-4 માં રહેતો અને એમ.પી.શાખામાં પોલીસ ચાલક તરીકે ફરજ બજાવતો નીતીનકુમાર નારસિંગભાઇ પારગી લાલ લાઇટવાળી સરકારી પોલીસની ગાડી લઇને રાજસ્થાનના આંણદપુરી ગામે પહોચ્યો હતો. નિતીને આંણદપુરીગામમાં ચોકીદાણી હોટલ ચલાવતો યુવરાજસિંહ ઉર્ફે ઋતુરાજ ચૌહાણને ત્યાંથી સરકારી પોલીસ વાહનમાં 28 પેટી દારૂ ભરીને સંતરામપુર તરફ આવતો હતો. તે દરમિયાન સંતરામપુરના પ્રતાપપુરા સર્કલ પાસે સંતરામપુરની પોલીસ નાકાબંધી કરીને પ્રોહિ ચેકીંગ કરી રહી હતી. ત્યારે લાલ લાઇટવાળી સરકારી પોલીસની ગાડી આવતાં પોલીસે તેને રોકી હતી.

પોલીસની ગાડી હોવા છતાં સંતરામપુર પોલીસે ગાડીમાં ચેકીંગ કરતાં દારૂની 28 પેટી મળી આવતાં પોલીસ પણ ચૌકી ગઇ હતી. સંતરામપુર પોલીસે મહિસાગર પોલીસની એમ.પી.શાખાના પોલીસ કર્મી નીતિનકુમાર નારસિગ પારગીને પકડી પાડયો હતો. પોલીસે સરકારી પોલીસનીગાડી તથા 28 પેટી નો 1,35,960 રૂનો દારૂ મળીને કુલ રૂપિયા 6,35,960 નો પ્રોહિનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નિતીનકુમાર પારગી તથા યુવરાજ ચૌહાણ વિરુદ્ધ પ્રોહિનો ગુનો નોધીને પકડાયેલ નિતીનભાઇ પારગીને કોર્ટમા રજુ કરતાં કોર્ટે 3 દિવસના રીમાન્ડ આપ્યા હતા. પોલીસની ગાડીમાં પોલીસ કર્મી દારૂ સાથે પકડાતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: