કન્ટેનરમાં સ્ટીલની આડમાં વિદેશી દારુ ઘુસાડતા બુટલેગરનો વડોદરા પોલીસે કર્યો સફાયો- આ રીતે થયો પર્દાફાસ

ગુજરાત: હજુ તો દિવાળી પણ આવી નથી ત્યાં તો વડોદરા શહેર (Vadodara City) માં દારૂ (Alcohol) નો જથ્થો પૂરો પાડવા માટે કન્ટેનરમાં સ્ટીલની આડમાં (In…

ગુજરાત: હજુ તો દિવાળી પણ આવી નથી ત્યાં તો વડોદરા શહેર (Vadodara City) માં દારૂ (Alcohol) નો જથ્થો પૂરો પાડવા માટે કન્ટેનરમાં સ્ટીલની આડમાં (In the steel side of the container) છુપાવીને લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો છે. વિદેશી દારૂના જથ્થાનું કટિંગ થાય એના પહેલા જ ત્રાટકેલી પોલીસે કન્ટેનરચાલકને પકડી પાડી આગળની પૂછપરછ હાથ ધરી છે.

જેમાં વડોદરા શહેરના બુટલેગર જગદીશે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કન્ટેનર, વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન સહિત 31.77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કન્ટેનર ચાલકની ધરપકડ કરી લીધી છે તેમજ વિદેશી દારૂ મંગાવનાર તથા મોકલનાર 2 બુટલેગરને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા મળેલ બાતમીને આધારે રેડ પાડવામાં આવતા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓ વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્કને નાબૂદ કરવા પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. આ સમયે તેમને બાતમી મળી કે, રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર વડોદરામાં પ્રવેશ્યું છે તેમજ દશરથ બ્રિજ સ્મશાન નજીક કન્ટેનર પાર્ક કરી દારૂનું કટિંગ થવાનું છે.

રાજસ્થાનના આ બુટલેગરે વિદેશી દારૂનો જથ્થો મોકલ્યો હોવાનું તપાસ દરમિયાન કન્ટેનર ચાલક લક્ષ્મણસિંહ રાવતને દબોચી લઇને પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મૂળ રાજસ્થાનનો વતની તેમજ વડોદરામાં રહેતા બુટલેગર જગદીશે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

જયારે રાજસ્થાનના સુરેન્દ્રસિંહ રાવતે વિદેશી દારૂનો જથ્થો મોકલ્યો હતો. પોલીસ દ્વારા કન્ટેનરની તપાસ કરતા સ્ટીલના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા 3.95 લાખની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો, કન્ટેનર, મોબાઈલ અને અન્ય માલ સામાન મળીને મુદ્દામાલ કબજે કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *