‘ક્યાંક તો થઈ છે કટકી…’ મોરબી દુર્ઘટના મામલે નાનકડા બાળકના શબ્દો સાંભળીને આંખ માંથી આંસુ સરી પડશે

મોરબી પુલ અકસ્માતમાં મોતને ભેટેલા ૧૫૦ થી વધુ લોકોને સમગ્ર ગુજરાત ભીની આખે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં ભોગ બનેલા લોકોને ન્યાય…

મોરબી પુલ અકસ્માતમાં મોતને ભેટેલા ૧૫૦ થી વધુ લોકોને સમગ્ર ગુજરાત ભીની આખે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં ભોગ બનેલા લોકોને ન્યાય મળશે કે નહિ… તેવી વાતોએ માથું ઊંચું કર્યું છે. આ ઘટના અંગે અનેક દાવાઓ સામે આવ્યા છે. કહેવાય છે કે, તંત્રની બેદરકારીને કારણે ૪૦૦ લોકો નદીમાં પડ્યા હતા, અને કેટલાય પરિવારો વિખરાયા છે. ત્યારે એક બાળકે આ સંવેદનશીલ ઘટનાને લઈને પોતાનો આક્રોસ વ્યક્ત કર્યો છે.

આ નાનકડા બાળકે ‘ક્યાંક તો થઈ છે કટકી…’ શબ્દોમાં વાસ્તવિકતા કહેવાનો પ્રયાસ કર્યો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ બાળક મોરબી દુર્ઘટના મામલે ‘ક્યાંક તો થઈ છે કટકી…’ જેવા શબ્દો સંભળાવી રહ્યો છે. આ બાળક કહી રહ્યો છે કે…
વર્ષો જૂનો પુલ હતો એ આમ ન જાય કાંઇ બટકી,
ક્યાંક તો થઈ છે કટકી,
જાજા ડૂબ્યા,થોડા બચ્યા, થોડા વચ્ચે રહ્યા લટકી,
ક્યાંક તો થઈ છે કટકી…

મોરબીની આ ઘટનાએ સમગ્ર દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. આ દુર્ઘટના માં ૧૫૦ થી વધુ લોકોના મોત થયા છે. મોરબી હોનારતને મામલે સરકારે ૨ નવેમ્બર બુધવારે રાજયવ્યાપી શોક જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં મૃત્યુ પામેલા દિવગતોના શોકમાં આગામી 2 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં રાજ્ય વ્યાપી શોખ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરબી હોનારતને કારણે સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાયડને પણ મૃતકોના પરિવારજનો પ્રત્યેક સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, આવા મુશ્કેલીના સમયમાં અમેરિકા ભારતની સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *