સોશિયલ મીડિયામાં વાયરલ થયો નાનકડી દીકરીનો ક્યુટ વિડીયો- જોઇને ચહેરામાં સ્માઈલ આવી જશે

Published on: 4:38 pm, Tue, 12 April 22

નાના બાળકો જેટલા ક્યૂટ(Cute) હોય છે, તેમની એક્શન(Action) પણ લોકોને એટલી જ પસંદ આવે છે. સોશિયલ મીડિયા(Social media) પર આવા ઘણા વીડિયો વાયરલ(Video viral) થાય છે, જેમાં નાના બાળકોની મજેદાર હરકતો બતાવવામાં આવે છે. જયારે આવા વિડીયો જોઈને આપણે સૌને આપણું બાળપણ યાદ આવી જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાની છોકરીને ક્લાસમાં બેઠા બેઠા સૂતી બતાવવામાં આવી છે. વીડિયો એટલો ક્યૂટ છે કે તે દરેકના દિલ જીતી રહ્યો છે. આ વિડિયો જોયા પછી તમને તમારું બાળપણ પણ યાદ આવી જશે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને IAS ઓફિસર અવનીશ શરણે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે બાળપણની એક સુંદર વાત પણ કહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ક્લાસમાં નાના બાળકો જમીન પર લાઈનમાં બેઠા છે. વચ્ચે એક નાની છોકરી પણ બેઠી છે, જે ઊંઘી રહી છે અને થોડી જ વારમાં તે બેસીને નિદ્રા લેવા લાગે છે. પરંતુ થોડીવાર પછી, તેણીની ઊંઘ તૂટી જાય છે અને તેની આંખો ખોલે છે અને તરત જ હસવા લાગે છે.

છોકરીનો આ વીડિયો જોવામાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. વાયરલ થયેલ આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે- નિર્દોષતા છુપાવી શકાતી નથી. અન્ય એક યુઝરે લખ્યું છે કે- પાતની ફરજમાં મારી પણ આ જ હાલત છે. તેમજ કેટલાક લોકોએ કહ્યું છે કે- અમે પણ બાળપણમાં આવી જ રીતે સૂતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.