ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

દારૂ પીધેલાની પોલીસે ગાડી રોકી, તો કારચાલકે બાઈક સવારને ઉડાવીને ભાગ્યો- જુઓ વિડીયો

દારૂબંધી વાળા ગુજરાતમાં દારુડીયાઓને જોઈતું મળી જ જતું હોય છે. ત્યારે સુરતના ડભોલી ચાર રસ્તા વિસ્તારમાં ગઈ કાલે એક દારૂડીયાએ હીટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો. દિપક રમેશ તાળા નામના વ્યક્તિએ ગઈકાલે સુરતના ડભોલી સર્કલ ખાતે પોતાની ગાડી ડિવાઇડર પર ચડાવી દેતા હાજર ટ્રાફિક કર્મીએ તેને ગાડી સાઇડમાં લેવા માટે કહ્યું હતું.

આ દરમ્યાન સાઈડ માં લેવાનું કહીને કારચાલકે ગાડી હંકારી મૂકી હતી અને બાઈક સવારને ટક્કર મારીને ભાગ્યો હતો. દારૂડીયાએ પોલીસકર્મીને એવું કહ્યું કે, યે મેરી ગાડી હૈ, મે કયું ઉતરુ કહી પોલીસ સાથે મારામારી કરી હતી. પોલીસે કહ્યું કે, કાર સાઇડમાં લે, જેથી કાર સાઇડે લેવાને બદલે એક-બે બાઇકચાલકોને ઉડાવી ભાગી ગયો હતો. જોકે પોલીસે પીછો કરતા ચાલક સિંગણપોર ચાર રસ્તા પાસે એક ગલીમાં કાર મુકી સંતાયો હતો. કારમાંથી એક આવશ્યક સેવાનો આઈ કાર્ડ મળ્યો છે. જે લોકડાઉનમાં આવશ્યક સેવા માટેનો કલેકટરમાંથી મળતો પાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: