દક્ષિણ ગુજરાતની આ નદીમાં પુરની સ્થિતિ, દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે ગંભીર પરીસ્થિતિ. જાણો વધુ

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની ઔરંગા નદી અને નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પૂરની સ્થિતના…

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની ઔરંગા નદી અને નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પૂરની સ્થિતના કારણે કાંઠા વિસ્તારના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડના હનુમાન ભાગડા વિસ્તારમાં લોકોના ઘરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે.અને એનડીઆરએફની ટીમ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ગણદેવીના ભાટ ગામમાં 30 લોકો ફસાઈ જતા એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ ખાતે લવાયા હતા. દરમિયાન નવસારી ખાતે બચાવ માટે ગયેલી એનડીઆરએફની ટીમ પાણીમાં ફસાઈ ગઈ હતી. હાલ હેલિકોપ્ટર દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

પૂરની સ્થિતિ વચ્ચે કપરાડામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો.

આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં કપરાડામાં છેલ્લા 4 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ઔરંગા નદીમાં પણ પૂરની સ્થિતની પગલે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.

વાપી ચણોદ કોલોની સહિત અનેક સ્થળે પાણી ભરાયા.

વાપી-સેલવાસ રોડ ચંદ્રલોકની સામે, હાઇવે જલારામ મંદિર પાસે, ચણોદ કોલોની, સુર્યા કો-હાઉસિંગ સોસાયટી આગળ વરસાદી પાણી ભરાતા દોડધામ મચી હતી. આ ઉપરાંત છરવાડા રમઝાન રોડ પર પાણી ભરાતાં અહીથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. વાપી તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાં. ગટરોની સફાઇનો અભાવ તથા કુદરતી વહેણ પસાર થાય તે મુજબ કામગીરી તંત્રએ ન કરતાં આ ફરી વાપીના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સૌથી વધારે અસર વાપી-સેલવાસ રોડ સ્થિત ચંદ્રલોક બિલ્ડીંગની સામે થઇ હતી. ઘૂંટણસમા પાણી ભરાતાં વાહન ચાલકો પણ અહીથી પસાર થઇ શકયા ન હતાં.અહી વાર-વાર વરસાદી પાણી ભરાવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરાઇ નથી. હાઇવે જલારામ મંદિર પાસે, ચણોદ કોલોની, સુર્યા કો-હાઉસિંગ સોસાયટી,છરવાડા રમઝાન વાડી પર વરસાદી પાણી ભરાયા હતાં. જેના કારણે લોકોએ હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો.

મોગરાવાડી, કાશ્મીનરનગર, ધમડાચી બરૂડિયાવાડ, તરિયાવાડમાં પાણી ઘૂસ્યા.

વલસાડમાં ઔરંગામાં પૂરની પરિસ્થિતિ સર્જાતા કલેકટર સી.આર.ખરસાણે તાત્કાલિક એનડીઆરએફ ટીમને બોટ સાથે રવાના કરતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ હતી.કાશ્મીરનગરમાં જ લગભગ 100 પરિવારના મહિલા સહિતના સભ્યોને સ્થળાંતર માટે બહારફાયર વિભાગે બહાર કાઢી વલસાડ પારડીની પ્રાથમિક શાળામાં સુરક્ષિત સ્થળે લઇ જવાયા હતા. મોગરાવાડીના કાઉન્સિલર ગીરીશ દેસાઇ અસરગ્રસ્તોને મદદરૂપ થયા હતા.જ્યારે બરૂડિયાવાડ,વાડીફળિયા જેવા વિસ્તારોમાંથી પણ નજીકના સલામત સ્થળે લોકોને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની મદદથી ખસેડવામાં આવ્યા હતા.કલેકટર સી.આર.ખરસાણે નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દીધી હતી.

ધરમપુરના 41 કોઝ વે ઉપરથી પાણી ફળ્યા, ગામો સંપર્ક વિહોણા.

વરસાદ અને ઉપરવાસમાં થયેલી ભારે વર્ષાને લઈ તાન, માન,પાર, નાર, લાવરી સહિતની નદીના જળ સ્તર વધવાની સાથે બંને કાંઠે ખળખળ વહી ગાંડીતુર બની હતી. ભારે વરસાદને લઇ દોડતા થયેલા વહીવટીતંત્રએ બે સ્થળો પર રેસ્ક્યુ કામગીરી સાથે કેટલાક લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. બીજી તરફ ભારે વરસાદને લઇ એસટી તંત્રએ 14 ટ્રીપ રદ કરી હતી. નાનીવહિયાળ પંચાયત કચેરી પાસેની પ્રાથમિક શાળાના બાળકોને સ્થાનિક સરપંચ સહિત સ્થાનિકોએ બાળકોને સહી સલામત રીતે ખસેડયા હતા. ધરમપુરના ધોબીધોવાણ પાસેથી પસાર થતી સ્વર્ગવાહીની નદીના પાણીમાં ફસાયેલી વાન સહિત અંદર સવાર ત્રણથી ચાર વ્યક્તિઓને પાલિકા ફાયર વિભાગના લાશ્કરો સહિત લોકોએ સલામત રીતે રેસ્ક્યુ કર્યા હતા. શહેરના સ્વર્ગવાહીની નદી કિનારે કોઠી ફળિયાના 20 પરિવારોના 63 વ્યક્તિઓને પાલિકાએ સ્થળાંતર કરાવી જીવીબા વાડીમાં ખસેડી રસોઈ,પાણી સહિતની વ્યવસ્થા કરી હતી.

અંબિકામાં પૂરની સ્થિત, 28 ગામમાં એલર્ટ.

ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે લોકમાતા અંબિકા, કાવેરી, ખરેરા, પનિહારી અને વેંગણીયા નદી ગાંડીતુર બની હતી. ઠેકઠેકાણે પાણી ભરાવા સાથે ગણદેવી ધમડાછા અમલસાડ માર્ગ, બીલીમોરા ગણદેવી આંતરિક જૂનો માર્ગ બંધ થયા હતા. જ્યારે ભાઠાનું ઘોલ ફળિયા, કોઠી ફળિયા સંપર્ક વિહોણા બન્યા હતા. અંબિકા નદીમાં પૂરની સ્થિતના પગલે તંત્રએ ભારે વરસાદને પગલે 28 જેટલા ગામોમાં એલર્ટ જાહેર કર્યું છે. અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે અને હાલ 27.6 ફૂટ વહી રહી છે.

વાયુસેનાના બે હેલિકોપ્ટરથી એરલિફ્ટ.

બીલીમોરાના અંબિકા નદીની સપાટી વધતા દેસરા અને શીપયાર્ડ વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નદીની સપાટી હજી પણ વધે તેવી શક્યતા જોતા તંત્ર દ્વારા એનડીઆરએફને બે ટીમ તૈનાત કરવામાં આવી છે.જ્યારે ગણદેવીના ભાટ ગામમાં 25 જેટલા પરિવાર ફસાઈ જતા ભારતીય વાયુ સેના દ્વારા વડોદરાથી બે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. અને પરિવારને એરલિફ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે.

ડાંગ જિલ્લામાં વરસાદને પગલે અનેક કોઝ વે પાણીમાં ગરક.

ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી દેમાર વરસાદને પગલે નદીઓ ભયજનક સપાટીએ વહેતી થતા કેચમેન્ટ એરિયામાં આવતા અનેક ગામો જિલ્લા મથકે વિખૂટા પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આહવા અને વઘઈ તાલુકામા બારેમેઘ ખાંગાની સ્થિતિ સર્જાતા આહવા તળેટી વિસ્તારના દેવીનામાળથી સુન્દા, કાસવદહાડ, ગોળસ્ટા તથા ભવાનદગડથી ધૂળચોંડ, ચીકટીયાથી ઈસદર સહિત અનેક ગામોને જોડતા કોઝ વે ખાપરી નદીમાં ગરક થતા જનજીવન ઠપ થયું હતું. અંબિકા કેચમેન્ટમાં આવતા માળુંગા, માનમોડી, બોડારમાળ, નડગચોંડ, સુપદહાડ, ઘોડવહળ, સૂર્યાબરડા, મોટાબરડા સહિત નાનાપાડાથી કુમારબંધને જોડતા કોઝવે દિવસભર અંબિકાના પૂરમાં ગરકાવ થઈ ગયા હતા.

સુરત જિલ્લાના આ લો લેવલ કોઝ વે ઓવરફ્લો.

વેહવલ અને તરકાણી ગામને જોડતો કોષ ખાડી પરનો કોઝ વે.

કોષ અને ઉપલી કોષ ને જોડતો કોષ ખાડી પરનો કોઝ વે.

ઘાણી અને બામણામાર ને જોડતો ઓલણ નદિ પરનો કોઝ વે.

ભગવાનપુરા અને સાંબા ગામને જોડતો ઓલણ નદિ પરનો કોઝ વે.

સેવાસણ અને વાછરવાડ ગામને જોડતો ટોકરવા ખાડી પરનો કોઝ વે.

મહુવાના અલગઢ અને વલોડના અલગઢ ગામને જોડતો કોઝ વે.

કઢૈયા અને ડુંગરી ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝ વે.

નળધરા અને ડુંગરી ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝ વે.

ઘડોઈ અને ગોપલા ગામને જોડતો કોઝ વે.

મહુવરીયા અને હળદવા ગામની વચ્ચે કોતર પર આવેલ કોઝ વે.

ધોળીકુઈ અને દેદવાસણ ગામને જોડતો કોતર પર આવેલ કોઝ વે.

વાઘેશ્વર અને ઘડોઈ ગામને જોડતો કોઝ વે.

ધામખડી અને માછીસાદલા ગામને જોડતો ઓલણ નદિ પર આવેલ કોઝ વે.

વાંસકુઈ અને કઢેયા હનુમાન મંદિર ને જોડતો કોઝ વે.

બારતાડ ખંડાલ ફળિયાથી બુધલેશ્વરને જોડતો કોઝ વે.

વલસાડ જિલ્લાનો વરસાદ

ધરમપુર- 258 મિમિ

કપરાડા- 261 મિમિ

પારડી- 230 મિમિ

ઉમરગામ- 120મિમિ

વલસાડ- 167 મિમિ

વાપી- 264 મિમિ

નવસારી જીલ્લાનો વરસાદ

ચીખલી- 143મિમિ-

ગણદેવી- 65 મિમિ

જલાલપોર- 70 મિમિ

ખેરગામ- 220 મિમિ

નવસારી- 89મિમિ

વાંસદા- 269 મિમિ

તાપી જિલ્લાનો વરસાદ

નીઝર- 63 મિમિ

સોનગઢ- 172 મિમિ

ઉચ્છલ- 125મિમિ

વાલોડ-129 મિમિ

વ્યારા- 196 મિમિ

ડોલવણ- 213 મિમિ

કુકરમુંડા-93 મિમિ

મધુબન ડેમ

સપાટી.72.80(સવારે છ વાગ્યે)

આવક- 1.62.872

જાવક- 1.62.872

ડેમના 10 દરવાજા 4.50.મીટર ખોલીને પાણી નો જથ્થો છોડવામાં આવી રહ્યો છે

ડાંગ જિલ્લાનો વરસાદ

આહવા- 00 મિમિ

સુબિર-.00 મિમિ

વઘઇ-. 00 મિમિ

સાપુતારા. 00 મિમિ

સુરત જિલ્લાનો વરસાદ

બારડોલી- 79મિમિ

ચોર્યાસી- 97 મિમિ

કામરેજ- 197મિમિ

મહુવા- 121 મિમિ

માંડવી- 147 મિમિ

ઓલપાડ-325 મિમિ

પલસાણા- 88 મિમિ

સુરત સિટી- 154 મિમિ

માંગરોળ- 278 મિમિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *