Tiktok ફેમ કીર્તિ પટેલ બાદ તેની બહેનપણી પર પોલીસે નોંધી ફરિયાદ- જાણો શું હતો ગુનો

હાલ ગુજરાત સહીત સમગ્ર ભારત લોકડાઉન છે. કોઈને પણ કામ વગર ઘરની બહાર નીકળવા દેવાની કડકપણે મનાઈ છે. લૉકડાઉન 4માં ગુજરાત રાજ્ય સરકારે આખા રાજ્યમાં…

હાલ ગુજરાત સહીત સમગ્ર ભારત લોકડાઉન છે. કોઈને પણ કામ વગર ઘરની બહાર નીકળવા દેવાની કડકપણે મનાઈ છે. લૉકડાઉન 4માં ગુજરાત રાજ્ય સરકારે આખા રાજ્યમાં અનેક જગ્યાએ હવે છૂટછાટ આપી છે પણ કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજુ ખાસ છૂટછાટ આપવામાં નથી આવી. તેવામાં સોશિયલ મીડિયા એપ ટીકટૉક સ્ટાર યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ ગયો છે.

લોકડાઉન ભંગ કરી આ યુવતીએ બે વીડિયો શહેરના ઈસનપુર બ્રિજ પર બનાવ્યા છે. પ્રાથમિક તબક્કે ઈસનપુર બ્રિજ પરનો વીડિયો હોવાનું અનુમાન લગાવાયું હતું. ત્યારબાદ સ્પષ્ટતા પણ થઈ ગઈ હતી. હવે કડક લોકડાઉનમાં યુવતીએ રાત્રિના સમયે વીડિયો વાઇરલ કર્યો તે મોટો પ્રશ્ન છે. વીડિયો સોશીયલ મીડિયામાં હાલ ધૂમ મચાવી રહ્યો છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અમદાવાદના ઇસનપુર બ્રિજ પર યુવતીએ લોકડાઉનનો ભંગ કરી સોશિયલ મીડિયા એપ ટિકટોક વીડિયો બનાવીને જણાવી રહી છે કે, “જ છે કોરે કોરો, મોદીજી લોકડાઉન ખોલો” મોદીજી લૉકડાઉન ખોલો કહી હસી રહી છે’ હવે આ મામલે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહેશે.

ઇસનપુર બ્રિજ પર ત્રણ દિવસ પહેલા જ સોનલ નાયક નામની યુવતીએ મોડી રાતે લોકડાઉનનો ભંગ કરી બ્રિજ પર ટિકટોક વીડિયો બનાવ્યો હતો. ઇસનપુર પોલીસની બ્રિજને પટ્ટી મારી બંધ કરવાની બેદરકારી વચ્ચે સોનુ નાયકે કમિશનર આશીષ ભાટિયાના પોલીસ દ્વારા કડક લોકડાઉનનો અમલ કરાવતી વાતના ઈજ્જતના ધજાગરા ઉડાડી વીડિયો બનાવ્યો હતો.

જ્યારે અન્ય એક બીજા વીડિયોમાં યુવતી રસ્તા પર સુઈ જાય છે. આ સિવાય અન્ય એક વીડિયોમાં તે યુવતી બ્રિજ પર ઊંઘી જાય છે અને બોલે છે કે, ‘લોકડાઉન પતે’ને એટલે આવી રીતે સૂઈને બતાવજો, બરાબર. મેં તો બતાવી દીધું તમે સૂઈને બતાવજો.’ એક તરફ પોલીસ લોકડાઉનનો કડક અમલ કરાવતી હતી, ત્યારે આ યુવતીએ ઇસનપુરબ્રિજ પર વીડિયો બનાવતા અનેક સવાલો ઉભા થયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્યના પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશનર સમગ્ર શહેરમાં લોકડાઉનનો કડક અમલ થતો હોય તેવી વાતો કરી રહ્યાં છે, જ્યારે બીજી તરફ કેટલાક ટિકટોકના રશિયાઓ લોકડાઉનમાં પણ ટિકટોક બનાવવા માટે જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે. લોકડાઉનનો ભંગ કરી ટિકટોકર્સ રસ્તા પર નીકળી વીડિયો બનાવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *