ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

તીડ ભૂલથી ચીન પહોચી ગયા, ચીનવાળા તીડને જીવતા તળી વેફરની જેમ ખાઈ ગયા- જુઓ વિડીયો

locusts forgot the way to India and reached China directly

થોડા સમય પહેલા તીડ ના ત્રાસ થી તમામ ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા હતા. એનું એકમાત્ર કારણ કે તમામ તીડ ખેડૂતોના તમામ પાક નાશ કરી દે છે અને ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડે છે. થોડા સમય પહેલા દક્ષિણ આફ્રિકાથી અસંખ્ય તીડ ભારત તરફ આવ્યા હતા અને ભારતના ઘણા રાજ્યો જેવાકે ગુજરાત અને રાજસ્થાનમાં તેનો આતંક મચાવ્યો હતો. સોસીયલ મીડિયામાં તીડ બાબતે ઘણા વિડીયો વાયરલ થયા હતા. જેમાં અસંખ્ય તીડ મકાનો ઉપર બેઠા હતા, ખુલ્લી બજારમાં ઘૂમી રહ્યા હતા અને ખેતરોમાં રહેલા પાકને નાશ કરી રહ્યા હતા. ખેડૂતોએ તીડને ભગાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ સફળતા મળી નહીં. પરંતુ સમય જતાં તીડ તેની જાતે જ અન્ય સ્થળ પર જતા રહ્યા હતા.

અહીંયા પણ એક તીડ નો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ચીનનો છે. કોઈ વ્યક્તિએ આ વિડીયો વાયરલ કરી લખ્યું હતું કે તીડ ભારત નો રસ્તો ભૂલીને ચાઇના ભૂલા પડી ગયા હતા. અને ચાઈના વાળાએ જીવતા તીડને તેલમાં તળી તેની વેફર બનાવી ખાઈ ગયા હતા. આ માત્ર કોઈ વાત જ નથી પણ ખરેખર ચીનમાં ગયેલા તીડને ત્રણ મહિલાએ જીવતા તીડ પકડી મરી-મસાલા નાખી તેલમાં તળી તેને ખાઈ ગયા હતા. જેનો વિડીયો વાયરલ થતા લોકોએ ખુબ મજા માણી હતી.

આ વિડીયોમાં સાફ-સાફ દેખાઈ આવી રહ્યું છે કે ત્રણ ચીની યુવતીઓ થાળી ભરીને તીડ પકડીને ઉભી છે. ત્યાર બાદ બધા તીડને ભેગા કરી વિવિધ મસાલાઓ નાખી રહી છે. તમને જણાવી દઈએ કે આ તીડ જીવી રહ્યા છે અને હલનચલન કરી રહ્યા છે તે દરમિયાન ચીની યુવતી તેમાં ભાત ભાતના મસાલાઓ નાખી રહી છે. ત્યારબાદ તે યુવતી મસાલા વાળા તીડ ગરમ કરેલા તેલમાં તેળવા લાગે છે. અને તળાઈ ગયા પછી આ ચીની યુવતીઓ આ તીડોને વેફરની જેમ ખાઈ રહી છે.

હાલમાં જે કોરોના મહામારી ચાલી રહી છે, સમગ દુનિયા જાણે છે કે આ વાયરસનો જન્મદાતા કોણ છે? ચીનમાં ઘણી જગ્યાઓ પર પાલતું થી માંડીને જંગલી જાનવરોને મારીને ખાઈ જતા હોય છે. જેના ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. તેમનો એક આ વિડીયો સોસીયલ મીડિયામાં વાયરસ થતા ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

 

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: