સુરત: પરિવારના મોભી વહેલી સવારે ચાલવા નિકળ્યા અને તસ્કરોએ ચપ્પુની અણીએ ઘરમાં કરી નાખ્યો હાથફેરો

Published on Trishul News at 5:02 PM, Tue, 26 November 2019

Last modified on November 26th, 2019 at 5:02 PM

સુરતમાં દિનપ્રતિદિન ગુનાખોરી નો ગ્રાફ વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ પેટ્રોલિંગ વરચે પણ આરોપીઓ ગુનાખોરીઓને અંજામ આપી ભાગી છૂટી રહ્યા છે. ત્યારે ઉધના વિસ્તારમાં મળસ્કે ઘરમાં સુતેલા પરિવાર ને ચપ્પુ ની અણી એ રૂ 8 લાખ ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટીર સોસાયટી માં પરિવાર સુઈ રહ્યું હતું. ઘરના મોભી મોર્નીગ વોક માટે બહાર ગયા હતા. જ્યારે પત્ની અને પુત્ર ઘર માં જ સુઈ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા ઘરના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. જ્યાં તેમને પત્ની અને પુત્ર ને ચપ્પુ ની અણી એ બંધક બનાવી દીધા હતા.

બાદમાં કબાટ માંથી રોકડ અને સોના ના દાગીના મળી કુલ્લા રૂ. 8 લાખ ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. ઘર ના મોભી જ્યારે મોર્નીગ વોક પરથી પરત આવ્યા ત્યારે તેમને લૂંટ ની ઘટના ની જાણ થઈ હતી. તેમને તાત્કાલિક ઉધના પોલીસ ને લૂંટ ની ઘટના અંગે જાણ કરી હતી. લૂંટ ની ઘટના ની જાણ થતાં જ ઉધના પોલીસ અને ઉપરી અધિકારીની ટીમ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. હાલ પોલીસ તપાસ દરમિયાન આરોપી બાઈક પર ભાગતા સીસીટીવી માં નજરે પડી રહ્યા છે. પોલીસે બાઈક ના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "સુરત: પરિવારના મોભી વહેલી સવારે ચાલવા નિકળ્યા અને તસ્કરોએ ચપ્પુની અણીએ ઘરમાં કરી નાખ્યો હાથફેરો"

Leave a comment

Your email address will not be published.


*