દારૂથી ભરેલો ટ્રક પલ્ટી ગયો, લોકોએ મચાવી લુંટ- બોક્સના બોક્સ ભરીને લોકો લઇ ગયા નશાનો સામાન

એક વીડિયો સામે આવ્યો છે જેમાં દારૂ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને જાણે લોટરી લાગી ગઈ હોય. લોકોએ એવી લૂંટ ચલાવી કે દરેક…

એક વીડિયો સામે આવ્યો છે જેમાં દારૂ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને જાણે લોટરી લાગી ગઈ હોય. લોકોએ એવી લૂંટ ચલાવી કે દરેક બોક્સ લઇને ભાગવા લાગ્યા.

ખરેખર, આ ઘટના આસામના સેપોન વિસ્તારની છે, અહીં દારૂની પેટીઓ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી, ત્યારબાદ દારૂની લોકો એ એવી લુટ ચલાવી કે જેને તક મળી તે દારૂની પેટી લઇને ભાગ્ય હતા.

રસ્તા પર જતા લોકો પણ આ લૂંટમાં પાછળ નહોતા. દારૂની આ લૂંટ ઘણા સમય સુધી ચાલુ રહી. જાણે પીવાના શોખીનો ને કોઈ લોટરી લાગી ગઈ હોય. જો કોઈ અહીં બોક્સ લઇને દોડી રહ્યું છે, તો કોઈ ત્યાં દોડી રહ્યું છે.

આ સમય દરમિયાન, ત્યાં કેટલાક સ્થાનિક લોકો હતા અને કેટલાક ત્યાંથી પસાર થતા હતા. વીડિયોમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રસ્તાની બાજુની ટ્રક પલટી ગઈ છે. લોકો એકબીજાને મારવા અને લૂંટ કરવા માટે ઉત્સુક હતા.

કેટલાક લોકોએ આ ઘટનાની તસવીરો પણ લીધી હતી અને કેટલાક લોકોએ તેનો વીડિયો વાયરલ કર્યો હતો. હાલમાં દારૂ લૂંટારુઓ ત્યાંથી ભાગી ગયા હતા અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી જે તે જ હાલતમાં પડેલી રહી હતી.

આ પહેલા પણ આવી જ એક ઘટના સામે આવી હતી. આંધ્રપ્રદેશમાં આવી જ એક ઘટના સામે આવી હતી એ ઘટના અનુસાર એક દારૂ ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો અને લોકોએ જોઈને ખોખા ખોખા ઉપાડીને ભાગવા લાગ્યા હતા. તેનો એક વિડીયો પણ ખુબ વાયરલ થયો હતો.  વીડિયોમાં લોકો આડી પડેલી ટ્રકમાંથી દારૂની બોટલો અને કાર્ટન લઈ જતા જોઇ શકાય છે. કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સે આ વીડિયો આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના ટેકકાલી વિસ્તારનો હોવાનું જણાવી વીડિયો શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *