પ્રેમીએ મોબાઈલ આપ્યો તે જ ફોનથી યુવતીને બીજા યુવક સાથે થયો પ્રેમ અને પછી જે થયું….

Published on: 11:46 am, Tue, 15 September 20

સુરત શહેરનાં પાંડેસરામાં કૈલાસનગર ચોકડી ખાતે યુવતીના એક પ્રેમીએ બીજા પ્રેમીની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. આરોપી રોહિતે મૃતકન બ્રિજેશને મળવાના બહાને બોલાવી ચાકુના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે રોહિતની અટકયત કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉધના-બીઆરસી ખાતે પ્રભુનગરમાં રહેતો બ્રિજેશ રામનયન રાજભર (22) મૂળ યુપી-આજમગઢનો રહેવાસી છે. બ્રિજેશ એક વર્ષ અગાઉ વતન ગયો હતો ત્યારે વતનમાં મમતા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ ચાલુ થયો હતો. બ્રિજેશે મમતાને સીમકાર્ડ પણ અપાવ્યું હતું. દરમિયાન રોહિત પારસનાથ ગૌતમ (રહે. ઓમનગર, બમરોલી રોડ) સંચાખાતામાં નોકરી કરે છે. રોહિતથી ભૂલથી મમતાના મોબાઇલ પર રોંગ નંબર થઇ ગયો હતો. આ રીતે રોંગ નંબર લાગ્યા બાદ તેઓ વચ્ચે વાતચીત ચાલું થઇ હતી. વીડિયો કોલથી પણ તેઓ એક બીજા સાથે સતત સંપર્કમાં રહેતા હતા.

જોકે, મમતા અને રોહિત ક્યારેય ભેગા થયા ન હતા. દરમિયાન બ્રિજેશને મમતા કોઇ રોહિત નામના યુવક સાથે વાતચીત કરતી હોવાની ખબર પડી ગઈ હતી. જેથી બ્રિજેશે મમતાના મોબાઇલ પરથી કોલ કરી રોહિતને ધમકાવ્યો પણ હતો. એક મહિના અગાઉ બ્રિજેશ સુરત આવ્યો હતો, તેને ગતરોજ રોહિતને કૈલાસનગર ચોકડી પાસે મળવા માટે બોલાવ્યો હતો. બ્રિજેશ ઝનૂની સ્વભાવનો હોય મમતાએ રોહિતને સાવચેતી રાખવાની વાત કરી હતી.

જેથી રોહિત પોતાની સુરક્ષા માટે ચાકુ લઇને મિત્ર સાથે બ્રિજેશને મળવા ગયો હતો. અહીં તેઓ વચ્ચે ઝઘડો થયા બાદ રોહિતે ઉશ્કેરાઇને બ્રિજેશને 3-4 ઘા ઝીંકી દીધા હતા. બ્રિજેશનું મોત થતા પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી રોહિત ગૌતમને અટકાયતમાં લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en