સુરતના દરિયાદિલી મહિલા PSI એ અનાથ દીકરીઓને પર વરસાવ્યો પ્રેમ

સુરત(Surat): ઘોર કળયુગમાં પણ માનવતા જીવંત છે, તેનું હાલ એક ઉદાહરણ સામે આવ્યું છે. સુરતમાં ખાખીની દરિયાદિલી સામે આવી છે. સુરતના મહિલા પીએસઆઈ શીતલ ચૌધરી(PSI…

સુરત(Surat): ઘોર કળયુગમાં પણ માનવતા જીવંત છે, તેનું હાલ એક ઉદાહરણ સામે આવ્યું છે. સુરતમાં ખાખીની દરિયાદિલી સામે આવી છે. સુરતના મહિલા પીએસઆઈ શીતલ ચૌધરી(PSI Sheetal Chaudhary) સમાજસેવા (social service)ના કાર્યો માટે ફેમસ છે. પહેલા તેમણે સુરતમાં વિધવા મહિલાઓ, દીકરી અને મહિલાઓને પગભર કરવા માટે જવેલરી(Jewelry) બનાવતા શીખવાડી હતી.

ત્યારે હવે ભાઈ બહેનના પવિત્ર પર્વમાં આ ગરીબ મહિલાઓની આવકમાં વધારો થાય તે માટે સલાબતપુરા અનાથ આશ્રમ ખાતે રાખડી બનાવતા શીખવાડવામાં આવે છે. આ બાળકીઓએ 1 હજાર જેટલી રાખડીઓ તૈયાર કરી છે. જેના થકી મળતી આવકને તેમના પર જ ખર્ચ કરવાનું નક્કી કર્યુ છે.

સામાન્ય રીતે અનાથ બાળકોની સંભાળ કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, અથવા તો સમાજસેવકો દ્વારા કરવામાં આવે છે. પરંતુ શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશનના એક પોલીસ સબ ઇન્સ્પેકટર અને પુણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની જોડી સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઢીંકા ચિકા ચાર્લી હાઉસ (અનાથઆશ્રમ) ખાતે બાળકીઓને દર રવિવારના રોજ એકટીવીટી કરાવી તેમના હુનરને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. PSI શીતલ ડી. ચૌધરી અને તેમના બહેન કામિનીબેન ડી.ચૌધરી અલગ અલગ ક્રાફ્ટની વસ્તુઓ શિખવાડીને તેમને હાલની પરિસ્થિતિમાં તેમજ ભવિષ્યમાં પગભર થવા માટેની તૈયારી કરાવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, આ અનાથાશ્રમમાં ૫ વર્ષથી લઈને ૧૮ વર્ષ સુધીની દિકરીઓ રહે છે. જેમાં કિશોરીઓને હાલ રક્ષાબંધન આવતું હોવાથી રાખડી બનાવતા શીખવાડી છે. આ અંગે તેમને જણાવ્યું હતું કે, મારી પોસ્ટિંગ જ્યારે સલાબતપુરામાં હતી સમયે ઝઘડાની ફરીયાદો આવતી હતી. જેને લઇને રુસ્તમપુરા વિસ્તારમાં મેં અને મારા બહેને વિધવાબહેનો, બાળકીઓ અને અન્ય મહિલાઓને જ્વેલરી બનવતા શીખવાડવાનુ નકકી કર્યું હતું. ફેબ્રિક તેમજ ઈમિટેશન જ્વેલરી નેકલેસ, બ્રેસલેટ જેવી વસ્તુઓ શીખવાડીને તેમને આર્થિક રીતે પગભર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે પણ તેઓ આ કામ કરે છે.

આ અંગે PSI શીતલ ડી. ચૌધરીએ જણાવ્યું કે, અમે 2021 માર્ચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અનાથ આશ્રમમાં ગયા હતા. ત્યાં મને વિચાર આવ્યો કે આ બાળકીઓ માટે કંઈક કરવું જોઈએ. જેથી અમે દર રવિવારે તેમને એક અલગ અલગ એક્ટિવિટી કરાવવાનું નકકી કર્યું.

તેથી પ થી ૧૪ વર્ષ સુધીની બાળકીઓને અલગ અલગ ક્રાફટ શિખવાડ્યા છે. જ્યારે ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ૧૦-૧૨ કિશોરીઓને રાખડી બનાવતા શીખવાડી છે. જેના કારણે હાલ આ તમામ દીકરીઓ બેસિક રીતે શીખ્યા બાદ તેમણે પોતાના જ આઈડિયાથી જે રાખડીઓ બનાવી છે. તે લેટેસ્ટ ફેશનને અનુરૂપ છે અને અત્યંત સુંદર છે. 1000થી પણ વધુ રાખડી તેઓએ બનાવી છે. જેનું અગામી દિવસોમાં એકઝીબિશન પણ રાખ્યું છે. તેમાંથી જે પણ રકમ આવશે તે બાળકીઓના ખાતામાં જમા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *