જાણો કેવી રીતે PM મોદીના કારણે સામાન્ય ગામડામાં રહેતા આ યુવાન અને વિદેશી યુવતીને એકબીજા સાથે થયો પ્રેમ અને…

તમે અવાર નવાર અનેક કિસ્સાઓ સાંભળતા હશો. પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈના ટ્વીટ ને કારણે કોઈની લવસ્ટોરી શરુ થાય… કોઈ વિચારી પણ ન…

તમે અવાર નવાર અનેક કિસ્સાઓ સાંભળતા હશો. પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈના ટ્વીટ ને કારણે કોઈની લવસ્ટોરી શરુ થાય… કોઈ વિચારી પણ ન શકે કે કોઈએ કરેલા ટ્વીટ પર કરેલ કોમેન્ટને કરીને એકબીજા પ્રત્યે પ્રેમ થાય અને તે લગ્ન કરે? અને આ લગ્ન થાય એ પાછળનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય શકે. ત્યારે આપને એવા એક અનોખા લગ્ન વિશે જાણીશું …જાણીએ શું છે સમગ્ર અહેવાલ..

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના કુંચડોદ ગામમાં રહેતા ગોવિંદ પ્રકાશને શ્રીલંકાની હંસિની નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. બંને ટ્વિટર દ્વારા એક બીજાને મળ્યા. ત્યાર બાદ બંનેને પ્રેમ થયો અને લગ્ન પણ કરી લીધા. યુવક અને યુવતી બંને એકબીજાની સાથે સાત બંધનમાં બંધાઈ ગયા છે. શ્રીલંકાની યુવતી હંસીની હમેંશા માટે ગોવિંદની થઇ ચુકી છે. જયારે ગોવિંદ પણ હંસીનીને લઈને ખુબ જ ખુશ છે. ગોવિંદ અને હંસીનીની લવસ્ટોરી ઘણી જ રસપ્રદ છે.

ગોવિંદ દ્વારા હંસિનીને હાય લખીને મેસેજ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંને એક બીજાને મેસેજ કરતા હતા અને ત્યારબાદ બંને એ એક બીજાના પ્રેમને સ્વીકાર્યો હતો. હંસીની તેમના માતાપિતાને ખુબ જ મનાવ્યા બાદ શ્રીલંકાથી ભારત આવી હતી. તેમણે જન્મકુંડળી પણ મેળવી હતી. જન્મકુંડલી મળતા જ હંસીનીના માતાપિતા લગ્ન માટે માની ગયા હતા. હંસિની તેમના પરિવાર સહિત મધ્ય પ્રદેશના કુંચડોદ ગામ આવી પહોચી હતી. ત્યારબાદ બંને પરિવાર વચ્ચે વાતચિત થઈ હતી અને પછી બંનેએ લગ્ન પણ કર્યા હતા. ગોવિંદ તથા હંસિની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક પણ છે.

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના કુંચડોદ ગામમાં રહેતા ગોવિંદ ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરે છે. ગોવિંદ ટ્વિટર પર પીએમ મોદીની અનેક પોસ્ટને લાઈક કરતો હોય છે. જયારે આ જ પોસ્ટને હંસિની પણ લાઈક કરતી હતી. હંસીનીની લાઈક જોયા બાદ ગોવિંદને થયું કે વડાપ્રધાનને ફોલો કરનાર આ યુવતી કોણ છે. ત્યારે તેમણે જાણવા મળ્યું કે હંસીની એ વડાપ્રધાન મોદીની ઘણી મોટી ચાહક છે.

તમને જણાવી દઈએ કે હંસીની ફિઝિયોથેરાપિસ્ટ છે. જયારે ગોવિંદ ગામડામાં નાનકડો વેપાર કરી રહ્યો છે અને તેમના પિતા ખેતી કરી રહ્યા છે. ગોવિંદનો પરિવાર હંસીનીને વહુ તરીકે પ્રાપ્ત કરીને ખુબ જ ખુશ છે. ગોવિંદના પરિવારની સાથે આજુબાજુમાં રહેતા લોકો પણ ડરેલા હતા કે આ કોઈ ફેક આઈડી તો નથી ને..

પ્રેમના ચક્કરમાં ગોવિંદ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે ગોવિંદે કરેલ વીડિયો કૉલમાં હંસિનીને જોઈ ત્યારે તમામને તેના પર વિશ્વાસ થયો હતો. હંસીનીના પિતા શ્રીલંકાની સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે ફરજ બજાવે છે અને માતા પ્રોફેસર છે. હંસીનીનો પરિવાર શુદ્ધ શાકાહારી છે. તેઓ પોતાની દીકરી હંસીનીના લગ્ન એક એવા પરિવારમાં કરાવવા માંગતા હતા કે જે શુદ્ધ શાકાહારી હોય.

ગોવિંદના કાકા મહેન્દ્ર માહેશ્વરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમગ્ર દેશ-વિદેશમાં સોશિયલ મીડિયામાં લાખો ફોલોઅર્સ છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે કોઈ વ્યક્તિની બીજી અન્ય કોઈ વ્યક્તિ સાથે મિત્રતા થાય અને તે પ્રેમમાં પરિણમે અને લગ્ન પણ થાય. આ કિસ્સો તો પહેલી વાર જ બન્યો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *