LRD આંદોલનનો સુખદ અંત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બે જ દિવસમાં વેઈટીંગ લિસ્ટ બહાર પાડવાની કરી જાહેરાત

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા LRD આંદોલનનો સુખદ અંત આવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી(Home Minister) હર્ષ સંઘવીએ જણાવ્યું  છે કે, મુખ્યમંત્રી(CM) ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનાં…

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા LRD આંદોલનનો સુખદ અંત આવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી(Home Minister) હર્ષ સંઘવીએ જણાવ્યું  છે કે, મુખ્યમંત્રી(CM) ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનાં યુવાનોને વધુને વધુ સરકારી સેવાનો લાભ મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી LRD ઉમેદવારો પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આ ઉમેદવારોની બેઠક યોજાઈ હતી, જેનો હકારાત્મક નિર્ણય આવ્યો છે.

ખાસ કિસ્સામાં લેવાયો નિર્ણય 
કાયદો અને વ્યવસ્થાની મજબુત જાળવણી, ગુનાઓ બનતા અટકાવવા, નોંધાયેલા ગુનાની વૈજ્ઞાનિક અને આધુનિક સાધનોની મદદથી તપાસ કરવા માટે કૌશલ્યવાન પોલીસ દળ ઉપલબ્ધ થઇ રહે અને આશાસ્પદ યુવાનો યુવતીને રોજગારીની તક મળે માટે હવે 10%ને બદલે 20%ની વેઈટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં નિર્ણય લેવામાં આવ્યો છે.

10ને બદલે 20% વેઈટિંગ લિસ્ટ જાહેર કરાશે
સરકારને મળેલી વિવિધ રજૂઆતોને લઈને ઉમેદવારોના હિતમાં વેઈટિંગ લિસ્ટ બનાવવાનો ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલતી સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ આ વિશે કહ્યું હતું કે 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક 12,198 જગ્યા પર સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેનું પરિણામ 2020માં આવ્યા હતું, પરંતુ વેઈટિંગ લિસ્ટ બનાવાયું નહોતું.

હવેથી લોકરક્ષક દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10%ને બદલે હવે 20% પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે. LRD ઉમેદવારોની 20% વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માગણી છે અને એને લઈને તેમનું આંદોલન ચાલી રહ્યું છે. 2018માં યોજાયેલી ભરતીમાં પરીક્ષા આપનારા ઉમેદવારો માટે 6 ડિસેમ્બર 2019ના રોજ તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ 20% વેઈટિંગ લિસ્ટ આપવાની જાહેરાત કરી હતી.

જોકે હજુ સુધી એ આપવામાં આવ્યું નહોતું. એવામાં આજે બપોરે તેમની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઈ હતી. છેલ્લાં 3 વર્ષથી આંદોલન કરી રહેલા 100 જેટલા ઉમેદવારોને સરકાર દ્વારા વાતચીતનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોલીસના લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સીધી ભરતીમાં વધુ યુવાનોને સમાવવાના હેતુથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ,

લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત ક્રમાંક:LRB/201819/1 અન્વયે 20% વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જેના પરિણામે બેરોજગાર યુવાનોને રોજગારી મળશે તથા ઉમેદવારોમાં સંતોષની લાગણી પ્રવર્તશે અને તેઓ પોતાની ફરજો પુરતા ખંત અને ઉત્સાહથી બજાવશે જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પણ વધુ સુદ્રઢ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *