ગુજરાતના આ જીલ્લામાં એક સાથે 497 પશુઓમાં જોવા મળ્યો લમ્પી વાયરસ- જાણો શું છે બચાવવાનાં ઉપાય?

ગુજરાત(Gujarat): બોટાદ(Botad) જિલ્લાના 497 પશુઓમાં લમ્પી વાયરસ(Lumpy virus)ના લક્ષણો જોવા મળતા ચિંતામાં વધારો થવા પામ્યો છે. બોટાદ જિલ્લાના 66 ગામડાઓમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા અને…

ગુજરાત(Gujarat): બોટાદ(Botad) જિલ્લાના 497 પશુઓમાં લમ્પી વાયરસ(Lumpy virus)ના લક્ષણો જોવા મળતા ચિંતામાં વધારો થવા પામ્યો છે. બોટાદ જિલ્લાના 66 ગામડાઓમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા અને રાણપુર(Ranpur)માં એક પશુનું મૃત્યુ પણ થયું છે. જો કે, આ લમ્પીની દહેશત વચ્ચે 21 હજાર 865 પશુનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. હાલ જિલ્લામાં આ વાયરસને લઈને પશુપાલન વિભાગની 10 ટીમો કાર્યરત થઇ ગઇ છે.

બીજી તરફ લમ્પી વાયરસે ઉતર ગુજરાતને પણ ભરડામાં લઇ લીધું છે. ઉત્તર ગુજરાતના પશુપાલકો પણ લમ્પી વાયરસને લઈને ટેન્શનમાં છે. જો લમ્પી વાયરસ ઉત્તર ગુજરાતમાં પ્રસર્યો તો હજારો પરિવારોની રોજી રોટી જોખમમાં મુકાઈ શકે છે. એમાંય જો ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠાને લંમ્પી વાયરસે ભરડામાં લઈ લીધું છે અને જેને લઈને સૌથી મોટા પશુપાલન જિલ્લામાં પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.

અમે તમને જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લામાં 4 લાખ જેટલાં લોકો પશુપાલન સાથે જોડાયેલા છે. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો પાસે 28 લાખ જેટલા પશુઓ છે જે પૈકી 13 લાખ જેટલી ગાય અને 15 લાખ જેટલી ભેંસો છે. જો કે જિલ્લામાં લમ્પી વાયરસનું પ્રમાણ ગાયોમાં ફેલાઈ જવા પામ્યું છે. બનાસકાંઠામાં અત્યાર સુધી 1200 પશુઓને લમ્પી વાયરસના રોગની અસર થઈ છે અને 65 જેટલા પશુઓના મોત થયા છે.

બનાસકાંઠા વાવ, ભાભર, સુઈગામ, કાંકરેજ, થરાદ, લાખણી, ડીસા, ધાનેરા અને દિયોદર સહિતના 9 તાલુકાઓમાં 200 જેટલા ગામોમાં લમ્પી વાયરસની અસર જોવા મળતા પશુપાલન વિભાગ તેમજ બનાસ ડેરીની ડૉક્ટરોની ટીમો કામે લાગી ગઈ છે. વાયરસ નાથવા રાત-દિવસ 11 ઈમરજન્સી વાહનો સતત કાર્યરત છે.

શું છે લમ્પી વાયરસ?
લમ્પી વાયરસમાં પશુઓમાં જોવા મળે છે. મચ્છર,માખી ઇતરડી કે રોગિષ્ઠ પશુ સાથેના સીધા સંપર્કથી ફેલાવો થાય છે.
લમ્પી સ્કીન ડિસીઝ વાયરસ જન્ય રોગ છે. વાયરસ દાખલ થયાના એક અઠવાડિયાની અંદર રોગના ચિન્હો જોવા મળે છે. ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે. લમ્પી વાયરસ દુષિત ખોરાક કે પાણીથી પણ ફેલાય છે . પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે. પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર અસર થાય છે. પશુઓનો મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે અને આ લમ્પી વાયરસ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

પશુઓને લમ્પી વાયરસથી બચાવવા શું કરવું જોઇએ?
બીમાર પશુઓને સ્વસ્થ પશુઓથી તાત્કાલિક અલગ કરવા જોઇએ. લમ્પી રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જોઇએ. રોગગ્રસ્ત વિસ્તારથી પશુઓનું સ્થળાંતર બંધ કરવું. પશુઓના રહેઠાણને માખી,મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો જોઇએ. પશુઓના ખોરાક,પાણી અને માવજત અલગથી કરવી. પશુપાલકે ટોલ ફ્રી નંબર 1962 પર સંપર્ક કરવો જોઇએ અને પશુઓ રોગપ્રતિકારક શક્તિને લીધે 2થી 3 અઠવાડિયા સુધીમાં સ્વસ્થ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *