રાજ્યમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને કારણે ઘણાં લોકોને પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી હાલમાં એક ઘટના સામે આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ નજીક મંગલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ લકઝરી બસોમાં મોડી રાત્રે આગ લાગી હતી.
ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાની સાથે જ 2 થી પણ વધારે ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવામાં આવી હતી. કુલ 5 જેટલી લકઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે કુલ 2 લકઝરી તથા 1 કારને થોડું નુકસાન થયું હતું.
ફાયરબ્રિગેડના જણાવ્યા પ્રમાણે, મોડી રાત્રે 3:40 વાગ્યે કોલ કર્યો કે, ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ નજીક મંગલેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં આગ લાગી છે, જેને કારણે ફાયરફાઇટર સહિત ટીમો રવાના થઈ ગઈ હતી.
પાર્ક કરેલી કુલ 7 જેટલી લકઝરી આગના ઝપેટમાં આવી ગઈ હતી, જેમાં કુલ 5 લકઝરી આખી બળી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું કે, મોડી રાત્રે નાનો દીકરો જાગ્યો ત્યારે બારીમાંથી મોટો પ્રકાશ જોયો તો કોટની પાછળ પડેલ લકઝરી બસોમાં આગ લાગી હતી, જેને કારણે ફાયરબ્રિગેડને જાણ કરતાં તેઓ આવ્યા બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle