સુરતમાં અતુલ વેકરીયા જેવા જ બીજા એક નશેડી નબીરાએ સરથાણામાં ફોર્ચ્યુનરથી યુવાનને ઉડાવ્યો- હાલત ગંભીર

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલાં સુરતમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ નશામાં ધુત થઈને કાર હંકારતા 3-4 લોકોને…

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલાં સુરતમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ નશામાં ધુત થઈને કાર હંકારતા 3-4 લોકોને અડફેટે લેતાં એક મહિલાનું મોત થયાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો લક્ઝુરિયસ બ્લેક ફોર્ચ્યુનર કારે એક યુવકને અડફેટે લેતા હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

શહેરના સરથાણા વિસ્તારમાં અવધ વાઇસરોય બિલ્ડીંગ નજીક બ્લેક કલરની ફોર્ચ્યુનર કારે એક્ટિવા સવારને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. લક્ઝુરિયસ કારચાલક નશાની હાલતમાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે. આમ, 3-4 દિવસના ટૂંકાગાળામાં જ આ બીજી ઘટના બની છે.

કારચાલકને લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો :
સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા 28 વર્ષીય સાગર પોતાની બહેનના ઘરેથી યોગી ચોક બાજુ જઈ રહ્યો હતો. આ દરમિયાન બ્લેક ફોર્ચ્યુનર ગાડીએ તેને અડફેટે લેતાં ગાડી ચાલક નિમેષ બાબુ સાકરીયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે 143 શાંતિનગર -2 સરથાણામાં રહે છે.

સાગર એક્ટિવા પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન બેફામ રીતે ગાડી હંકારીને તેને અડફેટે લીધો હતો. અડફેટે લેતાની સાથે જ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. લોકો વધારે એકત્ર થતાં નિમેષ સાકરીયા ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. લોકોએ તેને રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

આરોપી હંમેશા દારૂના નશામાં હોવાની સ્થાનિકોની કેફિયત :
ફોર્ચ્યુનર ગાડીચાલક નિમેશ બાબુ સાકરીયાએ 30-40 ફૂટ સુધી સાગરને ઘસડાયો હતો એટલી હદે બેફામ રીતે ગાડી કરતો હતો. ગાડી નંબર GJ-05-RJ-0551 સવાર નિમેષ સાકરીયા દારૂનાં નશામાં ધુત થઈને રસ્તા ઉપર ફરતો હોવાની સ્થાનિક લોકો દ્વારા કેફિયત રજૂ કરવામાં આવી છે.

હંમેશા મોડી રાત્રે વીટીનગર વિસ્તારની આજુબાજુ નિમેષ દારૂ પીધેલી હાલતમાં બેફામ રીતે ગાડી હંકારતો હોય છે. જેને લઇ ઘણીવાર લોકોએ તેને ટકોર પણ કરી હતી પણ નશામાં ધુત રહેતો નિમેષ કોઈની વાત પણ માનતો ન હતો. હવે પોલીસ શું સજા આપે છે એ જોવું જ રહ્યું.

યુવકના બંને હાથ ફ્રેક્ચર તથા માથામાં ગંભીર ઈજા :
સાગરના બનેવી નિકુંજ સવાણીએ સરથાણા પોલીસ સ્ટેશને નિમેષ સાકરીયાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જાયા પછી સાગરને ધર્મનંદન હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. જેમાં તેના બંને હાથમાં ફ્રેક્ચર છે તેમજ માથાના ભાગે ખુબ ગંભીર ઇજા પહોંચી છે.

નશાખોરો વિરુદ્ધ સખ્તાઈપૂર્વકની કામગીરી કરવા માંગ :
પરિવારજનો દ્વારા નિમેષ સાકરીયા વિરુદ્ધ પોલીસે તપાસ કરીને પગલાં લેવા માટેની રજૂઆત કરવામાં આવી છે. હાલમાં જ બનેલા અતુલ વેકરીયા પણ લક્ઝુરિયસ કાર ચલાવતા જ અકસ્માત સર્જાયો હતો. એ જ રીતે નિમેષ સાકરીયા પણ દારૂ પીધેલી હાલતમાં સાગરને અડફેટે લીધો છે. નશાની હાલતમાં ગાડી ચલાવનાર વિરુદ્ધ સખ્તાઈપૂર્વકની કામગીરી થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *