પ્રધાનમંત્રી મોદીની મનની વાતને વિદ્યાર્થીઓએ આપ્યો રદિયો- કોઈ દિવસ નથી થયું તેવું બન્યું આજે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આજનાં સંબોધનમાં તેમણે ભારતીય રમકડા ઉદ્યોગ અને ઓણમની ઉજવણી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આજનાં સંબોધનમાં તેમણે ભારતીય રમકડા ઉદ્યોગ અને ઓણમની ઉજવણી જેવા વિવિધ વિષયો વિશે વાત કરી હતી.

જ્યારે સોશિયલ મીડિયા યુઝરોને અપેક્ષા કરી હતી કે પીએમ મોદી વિવિધ પરીક્ષાઓના ચાલી રહેલા વિવાદ વિશે વાત કરશે, પરંતુ વડા પ્રધાને તેમના સંબોધનમાં આ મુદ્દો છંછેડ્યા વગર જ પોતાનું ભાષણ પૂરું કરી દેતા લોકો ઘણા નિરાશ થયા હતા.

વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બરમાં એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓ – JEE જેઇઇ (મેઈન) એપ્રિલ 2020 અને NEET- અંડરગ્રેજ્યુએટ પરીક્ષાઓ – લેવાના નિર્ણયની વિરુદ્ધ #Mann_Ki_Nahi_Student_Ki_Baat હેશટેગ સાથે પોતાના અભિપ્રાય આપવાનું શરૂ કર્યું. ‘મન કી બાત’ કાર્યક્રમ પૂર્ણ થયાની સાથે જ ટ્વીટર પર  હેશટેગ ટ્રેંડિંગ કરી રહ્યું હતું.

પીટીએમ મોદીએ તેમના સંબોધનમાં આ મુદ્દો છોડી દીધો હોવાથી સોશિયલ મીડિયા યુજરોનો આ વિરોધ આટલા પર રોકાયો નહીં, ઘણા લોકોએ તેમનો વિરોધ દર્શાવવા માટે યુટ્યુબ પર ‘મન કી બાત’ ના વીડિયોને ડીસલાઈક પસંદ કરવાનું પસંદ કર્યું.

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પ્રધાનમંત્રી મોદીના આજના વિડીયોને ભારતીય જનતા પાર્ટીની યુટ્યુબ ચેનલ પર ૭૬૦૦૦ લોકોએ ડીસ;લાઈક આપીને રોષ વ્યક્ત કર્યો છે. જયારે માત્ર ૧૫ હજાર લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે. સામાન્યતઃ પ્રધાનમંત્રી મોદીના વિડીયો માં લાઈક્સ વધુ હોય છે અને ડીસલાઈક્સ ઓછી હોય છે. પણ પ્રથમ વખત એવું બન્યું છે જેમાં લાઈક્સને બદલે ડીસલાઈક વધુ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *