વડતાલ મંદિરના સાધુને દરરોજ બે ટાઇમ સંભોગ કરવા જોઈએ છે- પાપલીલાનો પર્દાફાશ સાધુએ જ કર્યો

Published on: 11:30 am, Fri, 31 July 20

વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામશાસ્ત્રી સામે તેમના જ યુવાન શિષ્ય સંત વેદાંતવલ્લભ સ્વામીએ છેલ્લા સાત વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હોવાનો આક્ષેપ કર્યો છે. કોઠારી સામે ફિટકારની લાગણી વરસી છે. જ્યાં પ્રભુના ગુણગાન ગાઈને મનુષ્યને મોક્ષ તરફ ગતિ કરવા પ્રેરિત કરવામાં આવે છે તેવા સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુ કોઠારી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો સંસ્થાના જ યુવા સંતે આક્ષેપ કરતા ચકચાર મચી છે.વડતાલ મંદિરની આ શરમજનક ઘટના બહાર આવતા હરિભક્તોમાં અને લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

મંદિર જેવી પવિત્ર સ્થળ પર આવી ઘટના બનવાથી લોકો આઘાતથી સ્તમ્ધ બની ગયા છે. આ ઘટના આવી બની છે કે તેનાથી સાધુ સમાજનું માન ઘટી જાય. વડતાલ મંદિરના પૂર્વ મુખ્ય કોઠારી ઘનશ્યામશાસ્ત્રી વિરુધ્ધ તેમના જ યુવાન શિષ્ય વેદાંતવલ્લભ સ્વામીએ એવો આક્ષેપ કર્યો છે કે ઘનશ્યામશાસ્ત્રી સાતેક વર્ષથી તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા સ્વામીના આક્ષેપ મુજબ ઘનશ્યામશાસ્ત્રીના કરતૂત અંગે ગયા મહિનાના અંતે સત્સંગ મહાસભા યોજાઈ હતી ત્યારે મહાસભાના પ્રમુખ નૌતમસ્વામી, સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ તથા અન્ય સંતોને ૩૨ પાનાનો પત્ર લખ્યો હતો.

વેદાંતવલ્લભ સ્વામીએ કરેલા આક્ષેપો
ઘનશ્યામશાસ્ત્રીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની શરૂઆત જૂન-૨૦૧૩થી કરી હતી ઘનશ્યામશાસ્ત્રીના શિષ્ય દિવ્યવલ્લભે તેમની પાપલીલા બહાર ના આવે તે માટે ધમકીઓ આપી છે, કેટલાકને મરાવી પણ નાખ્યા છે ઘનશ્યામશાસ્ત્રીએ અસંખ્ય છોકરાઓનું શારીરિક શોષણ કર્યું છે પ્રબોધિની એકાદશી, તહેવારો, અમાસ, પૂનમ, ઉત્સવોની રાત્રે પણ શોષણ કરતા હતા ઘનશ્યામશાસ્ત્રી જે રૂમમાં ઠાકોરજી રાખે છે તેમની સામે જ મારી પર અનેકવાર દુષ્કૃત્ય કર્યું છે.

પત્રમાં ૨૦૧૩ની સાલથી શરૂ કરીને જુદા જુદા સ્થળોએ વેદાંતવલ્લભ સ્વામીનું કેવી શારીરિક શોષણ કરવામાં આવ્યું તેનું વર્ણન કર્યું છે. આ પત્ર આપ્યા બાદ વડતાલ પાસેના સંજાયા ગામના એક હરિભક્તે ચકલાસી પોલીસ મથકમાં ઘનશ્યામશાસ્ત્રી અને તેમના મળતીયા સંતો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગ સાથે અરજી આપી હતી. પરંતુ પોલીસ અને વડતાલ સંપ્રદાયના સંતોએ જ્યાં સુધી ફરિયાદી પોતે ફરિયાદ ન આપે ત્યાં સુધી કોઈ કાર્યવાહી થઈ ન શકે તેમ કહીને મામલો દબાવી દીધો હતો.

પોલીસે આ વાત પર ધ્યાન નહિ અને વડતાલ સંપ્રદાયના સંતો આ મામલો દાબવા માટે કોશીસ કરતા હતા તેથી વેદાંતવલ્લભ સ્વામી એક માસથી ભૂગર્ભમાં જતા રહેયા હતા અને ત્યારબાદ તેમણે ૪૫ મિનિટનો વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયો કંડારી ગામના ગુરુકુળની યુ-ટયૂબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે.

કોઠારીને તગેડી મૂક્યા હોવા છતાં તે પાછા ફર્યા હતા
મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીનો ઈતિહાસ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો. તેના ગુરૂ નંદકિશોર સ્વામી સાથે સંબંધ વણસતા અગાઉ બેથી ત્રણ વખત મંદિરમાંથી ભગવા ઉતારી સફેદ વસ્ત્રો પહેરાવી તગેડી મુકાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP