ગુજરાત: ખેલૈયાઓ ગરબાનો આનંદ માણી શકે એ માટે અનોખી રીતે બનાવવામાં આવી PPE ચણીયા ચોળી 

Published on: 7:12 pm, Sun, 18 October 20

આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતમાં આવેલ સુરત શહેરમાં કઈકને કઈક અન્ય લોકોથી જુદું કરવામાં આવતું હોય છે. સુરતના એક ફેશન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા PPE ચણીયા ચોળી બનાવવામાં આવી છે. જેને કારણે ખેલૈયાઓને ગરબાનાં આનંદની સાથે કોરોનાથી સુરક્ષા પણ મળી રહેશે.

PPE કીટમાં ચણીયા ચોળીની જેમ કરાયું ભરતકામ :
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારે નવરાત્રિનું આયોજન કરવાં પર પ્રતિબંધ મૂકયો છે. જો કે, ગુજરાતીઓ ગરબા માટે એટલા જ ઉત્સુક હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સુરતનાં એક ફેશન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા PPE ચણીયા ચોળી બનાવવામાં આવી છે. PPE કીટમાં ચણીયા ચોળીની જેમ ભરતકામ કરવામાં આવ્યું છે. જેને બનાવવા માટે કુલ 10 દિવસનો સમય લાગ્યો છે.

ડ્રોઈંગ, સ્કેચિંગ, ટિશિંગ તથા કટીંગમાં વધારે સમય લાગ્યો :
ફેશન ઈન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિની શ્વેતા મેંદપરાએ જણાવતાં કહ્યું હતું કે, આ ચણીયા ચોળીને બનાવવાં માટે કુલ 10 દિવસથી મહેનત કરી રહ્યા હતા. ડ્રોઈંગ, સ્કેચિંગ, ટિશિંગ તથા કટીંગમાં સમય ગયો હતો. આ વર્ષે કોરોનાને લીધે ગુજરાતમાં સેફ્ટી માટે આ કીટ પહેરી શકે છે. ગુજરાતમાં સરકારે ગરબાની મંજુરી આપવી જોઈતી હતી. આ PPE  કીટ બધી બાજુથી બંધ છે. આ કીટ કોરોનાની સામે રક્ષણ આપે છે. આ કીટની સામાન્ય લોકો પણ ખરીદી કરી શકે છે.

ગરબાનાં અનુભવની સાથે રક્ષણ પણ આપશે :

ફેશન ઈન્સ્ટિટ્યૂટનાં અંકિતા ગોયલે જણાવતાં કહ્યું હતું કે, દર વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવે છે. એમાં ગુજરાતીઓ સૌથી વધુ ગરબા કરતા હોય છે. જો કે, આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને સેફ્ટીને લઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, સેફ્ટીને લઈને આ PPE ચણીયા ચોળી બનાવવામાં આવી છે.

આ ડ્રેસ ગરબાનાં અનુભવની સાથે કોરોના સામે સુરક્ષા પણ આપશે. આ PPE ચણીયા ચોળી સીટા અપ્રુવ્ડ છે. આ કીટમાં ગરબાની જેમ વિવિધ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખેલૈયાઓના કેડિયાની ડિઝાઈન, ઘેરવાળી PPE કીટની સાથે જોડી બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle