ટીકીટ કપાતા ગુસ્સે થયેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજપનું ધનોત પનોત કાઢવાના મુડમાં? જાણો શું કરવા જઈ રહ્યા છે

આજે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી ને લઈને પહેલી યાદી જાહેર કરતા જ કેટલાક દિગ્ગજના પત્તા કપાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે જે ભાજપના…

આજે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી ને લઈને પહેલી યાદી જાહેર કરતા જ કેટલાક દિગ્ગજના પત્તા કપાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે જે ભાજપના ચાલુ ધારાસભ્ય કે દાવેદાર ઉમેદવારોના પત્તા કપાયા છે તેમાં સૌથી ચર્ચિત ચહેરો વાઘોડીયાના ધારાસભ્ય અને દબંગ છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાતા તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે.

પ્રાપ્ત સુત્રોથી મળતી માહિતી પ્રમાણે વડોદરાના આ દબંગ ધારાસભ્યને દબંગાઈ ભારે પડી છે. જણાવી દઈએ કે, મધુ શ્રીવાસ્તવ છેલ્લા છ ટર્મથી વાઘોડિયા વિઘાનસભામા ચુંટાતા હતા. છેલ્લા પાંચ વર્ષમા ભ્રષ્ટાચાર, દબંગાઈ, વિવાદિત ટીપ્પણી, રોડ રસ્તા, ગટર, સિંચાઈ સમસ્યા,પિવાના પાણીની સમસ્યાથી પ્રજા હેરાન થઇ રહી હતી. કોરોનાકાળ અને પુરની પરિસ્થિતીમાં એકપણ દિવસ પ્રજાની ખબર નહિ લેતા ભારોભાર નારાજગી જોવા મળી હતી.

સ્થાનિક ભાજપ સંગઠને જ આ વખતે ઊમેદવાર બદલવાની સતત માંગ કરી હતી. જીતવાનો છુ, લડવાનો છુ, ટિકીટ મારી જ પાક્કી છે તેવા નિવેદનો મધુ શ્રીવાસ્તવને ભારે પડ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકીટ આપવામાં આવી છે. જેને લઈને ભાજપના કાર્યકરો અને સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓ ગુસ્સે ભરાયા છે અને હવે પોતાના જ પક્ષ ભાજપ સામે મોરચો માંડવા માટે સમર્થકોનો સહારો લઈ શકે છે. અને અપક્ષ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે.

માત્ર મધુ શ્રી વાસ્તવ જ નહિ મહુવા વિધાનસભા 99 માં વર્તમાન ધારાસભ્ય આર.સી મકવાણાની ટિકિટ કપાતા તેમના ટેકેદારો મેદાનમાં આવી ગયા છે.  મહુવા શહેર ભાજપ સંગઠન, ગ્રામ્ય સંગઠન, શહેર યુવા મોરચો તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો સહિતના ભાજપના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી સામૂહિક રાજીનામાં આપ્યા છે. વર્તમાન ધારાસભ્ય આર.સી મકવાણાના સમર્થનમાં 400થી વધુ કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *