માધુરી દીક્ષિતે સ્ટેજ પર કર્યો એવો ડાન્સ કે નોરા ફતેહી પણ શરમાઈ ગઈ, નાગણ જેમ હલાવી કમર જુઓ વિડીયો

Published on Trishul News at 2:11 PM, Fri, 16 April 2021

Last modified on April 16th, 2021 at 2:11 PM

બધા જ જાણે છે કે, માધુરી દીક્ષિત (Madhuri Dixit) એક ખુબ જ ફેમસ ડાન્સર અને એકટર છે. તે આકર્ષક ડાન્સ કરે છે અને તે ક્લાસિકલ ડાન્સર પણ છે. હાલમાં ફરી એકવાર માધુરીનો ડાન્સ વાઈરલ થયો છે. જ્યારે માધુરીએ તેની કમર હલાવી ત્યારે દિલબર ગર્લ નોરા ફતેહી (Nora Fatehi) પણ જોતી રહી ગઈ. આ સીન ‘ડાન્સ દીવાને’ ના સેટ પર જોવા મળ્યો હતો. માધુરીએ નોરાના ગીત પર ઠુમકા લગાવ્યા હતાં અને બધા જ તેને જોતા રહી ગયાં.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દિવાને’ માં નોરા ફતેહી મહેમાન તરીકે પહોચી હતી. આવી સ્થિતિમાં, નોરાએ માધુરી દીક્ષિતને તેના હિટ ‘દિલબર’ ગીત પર ડાન્સ કરવાનું શીખવ્યું. આ પછી, બંનેએ એક સાથે હુક સ્ટેપ કર્યા. એકવાર નોરાને કહ્યું પછી, માધુરીએ તરત જ તેવો ડાન્સ કરી બતાવ્યો હતો. આ અંગે ઘણાં લોકો તો એમ પણ કહે છે કે, માધુરીએ નોરા કરતા પણ સારો ડાન્સ કર્યો. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ ઉપરાંત, નોરા ફતેહીની વિનંતી પર, માધુરીએ નોરા સાથે માધુરી દીક્ષિતના હિટ ગીત ‘માર ડાલા’ પર ડાન્સ કર્યો. નોરા આ સમય દરમિયાન માધુરીને સંપૂર્ણ રીતે અનુસરતી નજર આવી હતી. તમને જણાવી દઈએ કે, આ શૂટ મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂકતા પહેલા કરવામાં આવ્યો હતો. આ દરમિયાન માધુરીએ પિંક ડ્રેસ પહેર્યો હતો. તે જ સમયે, નોરાએ બોડી ફીટેડ સિલ્વર શિમરી ગાઉન પહેર્યું હતું. બંને અભિનેત્રીઓ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જણાવી દઈએ કે, માધુરી દીક્ષિતએ “ડાન્સ દીવાને” ના સેટ પર પહેરેલા આ પિંક ડ્રેસવાળી તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, માધુરી દીક્ષિતે પહેરેલા લહેંગાની કિંમત આશરે 1,65,000 રૂપિયા છે. માધુરી દીક્ષિતનો આ ડ્રેસ ડિઝાઇનર અમિત અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. ટૂંક સમયમાં માધુરી ‘ફાઇન્ડિંગ અનમિકા’ વેબ સિરીઝમાં પોતાનું ડિજિટલ કરિયર શરૂ કરવા માટે તૈયાર છે. શોમાં માધુરી એક સુપરસ્ટારની ભૂમિકા નિભાવતી જોવા મળશે, જે ગુમ થઇ જાય છે. આ શોનું નિર્દેશન કરિશ્મા કોહલી અને બેજોય નાંબિયારે કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "માધુરી દીક્ષિતે સ્ટેજ પર કર્યો એવો ડાન્સ કે નોરા ફતેહી પણ શરમાઈ ગઈ, નાગણ જેમ હલાવી કમર જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*