સસરો દહેજ માટે કરતો હતો દબાણ- છેવટે કંટાળીને અમદાવાદની પુત્રવધૂએ દવા પીને કરી આત્મહત્યા

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન હોવાંથી તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. ઘણાં લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન હોવાંથી તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. ઘણાં લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. હાલમાં એક ઘટના સામે આવી રહી છે.

અમદાવાદમાં આવેલ નિકોલ પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ એનાં સસરાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આરોપ છે, કે જ્યારે કોરોના મહામારીને લીધે લોકડાઉન થયું હતું ત્યારે એના સસરાનો ધંધો ભાંગી પડ્યો હતો. જેને લીધે તેઓ બેકાર હોવાથી ઘરે બેઠા રહેતાં હતા.

એ સમયે ધંધો ન હોવાંને કારણે નાણાંની ઘણી અછત પડતી હતી. જેને કારણે એના સસરા એને પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ કરીને ત્રાસ આપી રહ્યાં હતા તેમજ ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલે નિકોલ પોલીસ દ્વારા ગુનો નોધીને તપાસની શરૂઆત કરી દેવામાં આવી છે.

નિકોલમાં આવેલ ન્યુ ઈન્ડીયા કોલોની ખાતે રહેતી માત્ર 22 વર્ષીય યુવતીનાં વર્ષ 2019માં લગ્ન થયા હતા. હાલમાં એ  એના પતિ, સાસુ તથા સસરાની સાથે રહે છે. લગ્ન સમયે એના પિતાજએ યથાશક્તિ મુજબ દહેજમાં દાગીના તેમજ ઘરવખરીનો સામાન આપ્યો હતો.

લગ્ન પછી એ સાસરે રહેવા માટે ગઇ હતી ત્યારે એના સસરા ઓઢવ ખાતે ધંધો કરતાં હતા પણ લૉકડાઉનને લીધે તે ધંધો બંધ પડી ગયો હતો. બાકરોલ ખાતે હાલમાં તેઓ નવો ધંધો શરૂ કરવાનાં હતાં પરંતુ એમને આર્થિક સંકળામળ નડતી હોવાંને કારણે તેઓ બાકરોલ ખાતે નવો ધંધો શરૂ કરી શક્યા ન હતા.

જેને લીધે આ પરિણીતાનાં સસરા તથા પતિ ઘરે જ રહેતા હતાં. ઘરખર્ચને લીધે એના સસરા કુલ 4 માસથી ઘણીવાર આ પરિણીતાની સાથે ઝઘડો કરીને બીજું દહેજ લઈ આવવાં માનસિક ત્રાસ આપી રહ્યાં હતાં. આની સાથે જ બિભત્સ શબ્દો પણ બોલતાં હતાં.જો, પરિણીતા દહેજ ન લાવે તો એને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ પણ એના સસરા આપી રહ્યાં હતાં.

પરિણીતાનો પતિ એના પિતાને સમજાવતો હતો પણ પરિણીતાને ત્રાસ આપવાનું એના સસરાએ શરુ રાખ્યું હતું. જેને કારણે કંટાળીને પરિણીતાએ ઉધઈ મારવાની દવા પી લીધી હતી.જેને લીધે એને શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરિણીતાએ આત્મહત્યાનો પ્રયત્ન કરતાં નિકોલ પોલીસે પરિણીતાની એનાં સસરાની વિરુદ્ધ ફરિયાદ લઇને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *