ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાત: રિસાયેલી પત્નીને તેડવા સાસરે ગયેલો જમાઇ વિફર્યો, સાસુ સાથે કર્યું…

રિસાઇને પિયર જતી રહેલી પત્નીને તેડવા માટે સાસરે ગયેલા જમાઇને તેની સાસુ સાથે બોલાચાલી થઇ હતી. જેના બાદ ઉશ્કેરાઇને જમાઇએ સાસુને લાકડા વડે માર મારી લોહીલુહાણ કરી દીધા હતા.

મકરપુરા વોલ્ટમ્પ કંપનીની પાછળ જયભોલેનગરમાં રહેતા મિથિલેશ મહેશભાઇ શાહ મકરપુરા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મિથિલેશની બહેન સુશાંતાના લગ્ન સુશાંત ગંગાધર શાહ (રહે.ગાયત્રીનગર માણેજા) સાથે થયા હતા. બંન્ને વચ્ચે તકરાર થતા સુશાંતા પતિનું ઘર છોડીને છેલ્લા ચાર દિવસથી ભાઇના ઘરે આવી ગઇ હતી.

ગઇકાલે સવારે સુશાંત શાહ પત્નીને તેડવા માટે સાસરીમાં આવ્યો હતો. તે સમયે સાસુ રૂચિદેવી જમાઇને ઝઘડો નહી કરવા માટે સમજાવતા હતા જેથી ઉશ્કેરાઇ ગયેલા જમાઇએ સાસુને ગાળો બોલી નજીકમાં પડેલુ લાકડુ ફટકારીને માથામાં, મોઢા પર તથા ડાબા હાથે ઇજા પહોંચાડી હતી.

સાસુએ બૂમાબૂમ કરતા પરિવારજનો તેમજ આસપાસ રહેતા પાડોશીઓ દોડી આવ્યા હતા. જેથી હુમલાખોર જમાઇ ભાગી છૂટયો હતો. ત્યાર બાદ વડોદરાના મકરપુરા પોલીસે બનાવ અંગે ગુનો નોંધી જમાઇની શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: