શું તમે પણ વાર ખરવાની મુશ્કેલીથી પરેશાન છો? તો આજે જ અપનાવો આ ખાસ ટીપ્સ

વાળ એ શરીરનો એક એવો ભાગ છે, જે શરીરની સુંદરતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ આજકાલ વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ…

વાળ એ શરીરનો એક એવો ભાગ છે, જે શરીરની સુંદરતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ આજકાલ વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. પુરુષો હોય કે મહિલા, મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોય છે. આ જ કારણ છે કે, આજે અમે તમને એવા ગુપ્ત રીતો જણાવી રહ્યા છીએ જેના ઉપયોગથી તમે તમારા વાળ કાળા, જાડા અને ફરી રેશમી બનાવી શકશો. જણાવી દઈએ કે, આ ટીપ્સ પ્રખ્યાત આયુર્વેદચાર્ય બાલાજી વાસુદેવ તંબેએ કહ્યું છે.

ત્રિફળા, ઘી અને મધનું મિશ્રણ
ત્રિફળા આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આજે, અમે તમને જણાવશું કે, ત્રિફળાનો ઉપયોગ કઈ રીતે કરવો. આ માટે એક ચમચી ત્રિફળા પાવડર, એક ચમચી શુદ્ધ દેશી ઘી અને એક ચમચી મધ મિક્સ કરીને ખાઈ લો. આ મિશ્રણ રાત્રે ખાવું જોઈએ અને બીજા દિવસે સવારે વાળને ધૂપ આપવી.

આયુર્વેદમાં વાળને ધૂપ આપવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી, સ્ત્રીઓએ વાળને ધૂપ આપવું જોઈએ.

ત્રીજી રીત એ છે કે એક વાટકીમાં પલાળેલી અડદની દાળ, 10-12 તાજના પાન, જસુદનું ફૂલ અને નાળિયેરનાં દૂધને બરાબર મિક્ષ કરી આ મિશ્રણ તમારા વાળમાં લગાવીને થોડી વાર રાખવું અને ત્યારબાદ ધોઈ નાખવું. તેનાથી વાળમાં ઘણો ફાયદો થશે. આ સિવાય રાગી, ખસખસ, બદામ, ખજુર, ગોળના લાડુઓ વગેરેનું સેવન કરો. જો આપણી હાડકા મજબૂત રહેશે તો પછી આપણા વાળ પણ સારા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *