મહા વાવાઝોડા અંગેની મહત્વની જાણકારી આવી સામે- ગુજરાત માટે આવ્યા નવા સમાચાર- જાણો અહીં

ગુજરાતીઓ માટે મહા વાવાઝોડા અંગે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક યાદીમાં જણાવાયું છે કે, મહા’ વાવાઝોડું 6…

ગુજરાતીઓ માટે મહા વાવાઝોડા અંગે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક યાદીમાં જણાવાયું છે કે, મહા’ વાવાઝોડું 6 નવેમ્બર થી 7 નવેમ્બર વચ્ચે રાજ્યના દિવ-પોરબંદર નજીક લેન્ડફોલ થવાની સંભાવના છે. આ વાવાઝોડાની હાલની તીવ્રતા ઇન્ટેન્સીટી દિન-પ્રતિદિન ઘટી રહી છે અને કલાકના 80 થી 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી હોવાથી ભયભીત થવાની કોઇ જરૂરિયાત નથી. સમુદ્રમાં માછીમારી માટે ગયેલી મોટાભાગની બોટ પરત આવી ગઇ છે.

રાજ્ય પ્રશાસન આ સંભવિત આપદાને પહોચી વળવા પૂર્ણત: સજ્જ છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી મળતી સૂચનાઓ તેમજ વાવાઝોડાની ગતિવિધિ પ્રત્યે સંપૂર્ણ ચોકસાઇથી કાર્યરત છે. આગાહીઓને ધ્યાને રાખી વખતોવખત આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર સ્થિતીનો સર્વગ્રાહી ચિતાર મેળવી અધિકારીઓને સતર્કતા માટે જરૂરી સૂચનો કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

(Image captured from Google Earth)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *