મહંતસ્વામીએ કહ્યું હતું “વાવાઝોડું નહિ આવે- દરિયામાં સમાઈ જશે” અને થયું પણ એવું જ

151

“સમગ્ર ગુજરાત જયારે આ વાયુ વાવાઝોડાથી હેરાન-પરેશાન છે ત્યારે લોકો ફક્ત ભગવાનને પ્રાથના જ કરે છે કે, હે પ્રભુ હવે બધું જ તમારા હાથમાં છે.” અને હમણા જ થોડા દિવસો પહેલા BAPS સંસ્થાના વડા મહંત સ્વામી પાસે આ સમાચાર પહોચાડ્યા હતા ત્યારે મહંત સ્વામીએ જે કહ્યું તે આખો પ્રસંગ અહી મુજબ છે.

મહંતસ્વામી મહારાજ ને ગઈ કાલે આ વાવાઝોડા વિશે જણાવ્યું હતું. તો સ્વામીશ્રીએ કહ્યું હતું કે, “વાવાઝોડું દરિયામાં જ સમાય જાય. અને આ બાજુ આવે નહિ.”

જામનગર માં ભંડારી સ્વામી પૂછવા ગયા કે, કેટલા ફૂડ પેકેટ બનાવવા ?

સ્વામી કહે , વાવાઝોડું નહિ આવે માટે, બહુ બનાવવાની જરૂર નહિ, થોડા બનાવી લો, જે પછી થી પણ વપરાય જશે.

આજે સવારે પૂજા પછી બાપા ને પૂછ્યું કે , વાવાઝોડું આવશે ? સ્વામી કહે , “ના , નહિ આવે”
આમ,બાપાએ ગુજરાત જ નહિ પરંતુ દુનિયામાં કોઈ પણ સ્થળે કોઈ ઘટના બને છે ત્યારે બધા જ ની સંભાળ રાખે છે.

વાવાઝોડું છેક ગુજરાત સુધી પહોચી ગયું અને ગુજરાત પાસે આવતા જ વાયુ વાવાઝોડા એ દિશા ફેરવી નાખી.

પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ ગમન કરતાં BAPSની જવાબદારી હવે ‘મહંત સ્વામી’ના નામે લોકપ્રિય એવા સાધુ કેશવજીવનદાસજીના શિરે આવી છે. પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના કૃપાપાત્ર વરિષ્ઠ સંતોમાંના તેઓ એક છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા અનુસાર તેઓ દેશ-વિદેશમાં વિચરણ કરીને સત્સંગ-પ્રસારનું કાર્ય કરી રહ્યા છે અને હવે તેઓ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે મહંત સ્વામી બિરાજમાન થયા છે.

મુંબઇમાં વર્ષ 1961માં સાધુ કેશવજીવનદાસજી ‘મહંત’ તરીકે નિમાયા ત્યારથી જ તેઓ ‘મહંત સ્વામી’ તરીકે પ્રસિદ્ધ થયા અને આજે બી.એ.પી.એસ.ના સંસ્થાના અધ્યક્ષની જવાબદારી તેમને શિરે આવી છે. આવા ૮૩ વર્ષીય પૂજ્ય મહંત સ્વામી સન ૧૯૫૬માં બી.એસસી.(એગ્રિ.)ની ડિગ્રી પ્રાપ્ત કરીને સન ૧૯૫૭માં દીક્ષિત થઈને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની સેવામાં જોડાયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર પરમ પૂજ્ય મહંત સ્વામી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના એક વરિષ્ઠ સંતવર્ય છે. સન-૧૯૩૩માં મધ્યપ્રદેશમાં જબલપુર ખાતે તેમનો જન્મ થયો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીનો અભ્યાસ કરીને તેઓ આણંદની એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં એગ્રિકલ્ચરિસ્ટ તરીકે ઉત્તીર્ણ થયા હતા. સન-૧૯૫૧થી તેમને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં ગુરુદેવ, પૂજ્ય બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો યોગ થયો અને યોગીજી મહારાજની આધ્યાત્મિક પ્રતિભાથી તેઓ રંગાઇ ગયા હતા. પ્રખર બુદ્ધિમત્તા અને તર્કશીલ માનસ ધરાવતા સુશિક્ષિત મહંત સ્વામીને યોગીજી મહારાજના આધ્યાત્મિક વ્યક્તિત્ત્વમાં તમામ પ્રશ્નોનાં ઉત્તર જડી ગયા. સન-૧૯૬૧માં યોગીજી મહારાજનાં હસ્તે દીક્ષિત થઇને તેઓ સાધુ કેશવજીવનદાસ બન્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.