ગુજરાતમાં પાટીદાર આંદોલનને ‘બળતામાં ઘી’, મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામતની જાહેરાત

Published on Trishul News at 7:04 AM, Mon, 19 November 2018

Last modified on November 19th, 2018 at 7:04 AM

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું કે પછાત વર્ગની સરકાર ત્રણ ભલામણો સાથે રિપોર્ટ આપી છે. મરાઠા સમાજને આર્થિક રીતે પછાત વર્ગમાં સ્વતંત્ર રીતે આરક્ષણ આપવામાં આવશે. ફડણવીસે કહ્યું કે અમે આયોગની બધી ભલામણોને માની લીધી છે અને એક કમિટીની રચના કરી તેને લાગૂ કરવા માટે જરૂરી પગલા ઉઠવવા માગે આદેશ આપી દીધા છે.

મહારાષ્ટ્રના પછાત વર્ગ પંચનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ મરાઠા સમાજને SEBC (સામાજિક અને આર્થિક દ્રષ્ટિથી પછાત) પ્રવર્ગ હેઠળ આરક્ષણ આપવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કરી હતી. આ આરક્ષણ આપતી વખતે ઓબીસી આરક્ષણને અસર ન થાય તે રીતે સ્વતંત્ર ક્વોટામાંથી અનામત આપવામાં આવશે એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. શિયાળું અધિવેશનની પૂર્વ સંધ્યાએ આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ આ માહિતી પુરી પાડી હતી.

પછાત વર્ગ પંચે તેમના અહેવાલમાં ત્રણ ભલામણ કરી હતી. આ ભલામણમાં મરાઠા સમાજએ શૈક્ષણિક અને સામાજિક દ્રષ્ટિથી પછાત છે, મરાઠા સમાજને આરક્ષણ આપવામાં આવે અને અતિવિશિષ્ટ પરિસ્થિતિનો ઉલ્લેખ તેમણે અહેવાલમાં કર્યો છે. આ ભલામણો રાજ્ય સરકારે સ્વિકારી હોવાનું તેમણે જણાવ્યું હતું.

મરાઠા સમાજને  સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિથી પછાત ઘોષિત કરવામાં આવ્યા બાદ આ સમાજ આરક્ષણ મેળવવાને પાત્ર હોવાનું પંચે તેમના અહેવાલમાં જણાવ્યું છે. તેથી મરાઠા સમાજના આરક્ષણ માટે એસઇબીસીએ સ્વતંત્ર કેટેગરી તૈયાર કરવામાં આવી હોવાનું ફડણવીસે જણાવ્યું હતું. આ કેટેગરી હેઠળ મરાઠા સમાજને સ્વતંત્ર અનામત આપવામાં આવશે.

સર્વોચ્ચ ન્યાયાલયની માર્ગદર્શિકા પ્રમાણે આ અપવાદાત્મક પરિસ્થિતી છે તેથી ૫૦ ટકા ઉપર પણ જો આરક્ષણની મર્યાદા જશે તો  પણ મરાઠા સમાજને અનામત આપવામાં આવશે.

ફડણવીસે જણાવ્યું હતું કે આ આરક્ષણ માટે કેન્દ્રીય પછાત પંચની માન્યતાની જરૂર નથી. મે સ્વયં આ બાબતે એડવોકેટ જનરલ સાથે વાત  કરી છે અહેવાલના ભાષાંતરનું કામ ચાલી રહ્યું હોઇ ટૂંક સમયમાં તે પુરું થઇ જશે. આ માટે  મંત્રિમંડળની ઉપસમિતિ પણ બનાવવામાં આવી છે. આ અધિવેશનમાં આ બાબતે નિર્ણય લેવામાં આવશે.

મરાઠા સમાજને એસઇબીસી અંતર્ગત અનામત અપાશે
મહારાષ્ટ્ર સરકાર એસઇબીસી (સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ  સામાજીક અને આર્થિક રીતે પછાત) શ્રેણી ઉભી કરાશે. ઓબીસીના કે મરાઠા સમાજના હક પર પ્રભાવ ન પડે, તે માટે વિશેષ કેટેગરીનું સર્જન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લેવો પડયો તેવું સ્ત્રોતોમાંથી  જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે કહ્યું કે બંધારણના આર્ટિકલ ૧૫ની કેટલીક જોગવાઇ પ્રમાણે  ૫૦%થી વધુ અનામત આપી શકાય છે. તેવું સુપ્રિમ કોર્ટના ચૂકાદામાં કહેવામાં આવ્યું છે.

મરાઠાઓને સામાજિક અને આર્થિક ધોરણે પછાત માનવામાં આવે, સંવિધાનના આર્ટિકલ ૧૫(૪) અંતર્ગત અનામત આપવામાં આવે અને તે માટે જરૂરી બદલાવ અને પગલા ભરવા સરકાર સક્ષમ છે. પંચ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જરૂરી બંધારણીય પગલા ભરવા કેબિનેટ સબકમિટીની રચના કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે. મરાઠાઓને સૂચિત અનામતથી ઓબીસીના ક્વોટા પર કોઇ અસર થશે નહીં તેવું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં હાલમાં બાવન ટકા અનામત છે અને મરાઠા સમાજને ૧૬ ટકા આપવામાં આવશે તેવી સંભાવના છે અને આવી કુલ અનામત ૬૮ ટકા થશે.

મરાઠા આરક્ષણ સંદર્ભે પછાત વર્ગ પંચે રજૂ કરેલ અહેવાલની ત્રણ ભલામણ નીચે મુજબ છે

(૧)મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક પછાત પ્રવર્ગ ઘોષિત કરવામાં આવે છે. તેમને સરકારી અને અર્ધ સરકારી સેવામાં પૂરતું પ્રતિનિધિત્વ ન હોવાનું ધ્યાનમાં આવે છે.

(૨) મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પ્રવર્ગ ઘોષિત કરવાથી બંધારણની ૧૫(૪) અને ૧૬ (૪) કલમ અનુસાર આ સમાજ અનામતનો લાભ લેવાને પાત્ર છે.

(૩) મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પ્રવર્ગ ઘોષિત કરવાથી ઉદ્ભવેલી અપવ ાદાત્મક પરિસ્થિતિમાં બંધારણની જોગવાઈ હેઠળ રાજ્ય સરકાર આવશ્યક નિર્ણય લઈ શકે છે.

Be the first to comment on "ગુજરાતમાં પાટીદાર આંદોલનને ‘બળતામાં ઘી’, મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામતની જાહેરાત"

Leave a comment

Your email address will not be published.


*