ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

વધતા કોરોના કેસ વચ્ચે હવે અહિ લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાયું, જાણો નવા નિયમો

મહારાષ્ટ્રમાં, કોરોનાથી મૃત્યુઆંક 7,429 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાના 1,64,626 કેસ છે, જેમાંથી 70,607 કેસ સક્રિય છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવાનો નિર્ણય કર્યો છે.સમગ્ર મહારાષ્ટ્રમાં,ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના વાયરસના ચેપમાં વધારો જોવા મળી રહ્યો છે.ચેપ અટકાવવા માટે સરકારે રાજ્યમાં લોકડાઉનને વધારવાનો નિર્ણય લીધો છે.

લોકડાઉન શરતો

-માસ્ક પહેરવું અનિવાર્ય

-બે ગજનું અંતર (સોશિયલ ડિસ્ટન્સિંગ) ની જાળવણી

-મોટી ભીડ નિયંત્રિત કરો, માત્ર 50 મહેમાનનો સાથે લગ્નનો કાર્યક્રમ, અંતિમ વિધિમાં 50 થી વધુ લોકો નહીં

-સાર્વજ્નીક સ્થળો પર થૂકવા પર થશે દંડ

ઓફીસની સૂચનાઓ

-કેટલું સંભવ હોય એટલું ઘરેથી કામ (વર્ક ફ્રોમ હોમ), ઓફીસમાં અલગ-અલગ શિફ્ટમાં કામ

-કર્મચારીઓની સ્ક્રિનીંગ અને સાફ-સફાઈની સંપૂર્ણ કામગીરી

-ઓફિસે ને વારંવાર સેનિટાઈઝેશન કરવી

મુંબઇ, પૂના, સોલાપુર, ઓરંગબાદ, માલેગાવ, નાસિક, ધુલે, જલગાવ, અકોલા, અમરાવતી, નાગપુર જેવા શહેરોમાં કેટલાક પ્રતિબંધો સાથેની પ્રવૃત્તિઓ

-જરૂરી સામાનની દુકાનો પહેલાની જેમ શરુ રહેશે

-બિનજરૂરી વસ્તુઓની દુકાન જેમલે માર્કેટ પ્લેસ અને મોલ્સ 9-5 સુધી ખુલશે

-ઇ-કોમર્સ, ભોજનની હોમ ડિલિવેરી, બાંધકામ સ્થાન (સરકારી અને ખાનગી) ને છૂટ

-10 ટકા અથવા 10 કર્મચારીઓ સાથે ઓફીસ ખુલશે

– ટેક્સી, કેબ ડ્રાઇવરની 2 સવારીના નિયમો સાથે ચાલશે

-ટૂ-વિહિલર પર એક સવારી ને અનુમતિ

-પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મોટર ગેરેજ (પહેલાથી અપોઇન્ટમેંન્ટ) ની મંજૂરી

-ગબિનજરૂરી કાર્યો માટે લાંબા અંતરની મુસાફરી પર પ્રતિબંધ

જો કે તે સારી વાત છે કે મહારાષ્ટ્રમાં 86575 દર્દી ડિસ્ચાર્જ થયા છે. મુંબઇની વાત કરીએ તો 24 કલાકમાં 1287 નવા કેસ આવ્યા. અત્યાર સુધીમાં કુલ 75539 કેસ સામે આવ્યા છે. મુંબઇમાં અત્યાર સુધી 4371 લોકો મૃત્યુ પામેલ છે. સંકામીતોની સંખ્યાએ જોઈએ તો કેસમાં દિલ્હીએ મુંબઈ ને પાછળ છોડી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: