વધુ એક હોસ્પિટલની સામે આવી બેદરકારી – કોરોના પોઝિટિવ બોડી 14 દિવસ સુધી શૌચાલયમાં સડતી રહી

Published on: 7:05 pm, Sat, 24 October 20

મુંબઈ (Mumbai) માં કોરોનાવાયરસ પોઝિટિવના (Coronavirus positive) મોતનો આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 27 વર્ષિય કોરોના વાયરસથી સંક્રમિત યુવક 14 દિવસ પહેલા મુંબઇની ટીબી હોસ્પિટલમાં ગુમ થયો હતો. તેને ટીબીનો રોગ પણ હતો. હવે તેનો મૃતદેહ હોસ્પિટલના ટોઇલેટમાં મળી આવ્યો છે. 14 દિવસ અંદર રહેવાને કારણે શરીર ખરાબ રીતે  સડી ગયું છે. હોસ્પિટલના શૌચાલયમાં આટલા દિવસોથી ડેડબોડ પડેલી હોવા છતાં કોઈને તે અંગે માહિતી પણ મળી ન હતી. આ સ્થિતિમાં હોસ્પિટલ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ બીએમસીએ કડકતા દર્શાવી છે. આ મામલે બીએમસી દ્વારા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ આશરે 40 જેટલા હોસ્પિટલ કર્મચારીઓને નોટિસ ફટકારી છે. આ તે બધા લોકો છે જેઓ વોર્ડમાં ફરજ બજાવતા હતા જ્યાંથી ડેડબોડી મળી હતી. આવી સ્થિતિમાં, તે દાવાઓ પણ સામે આવી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવે છે કે, કોરોના સમયગાળા દરમિયાન હોસ્પિટલના શૌચાલયની નિયમિત સફાઇ કરવામાં આવી રહી છે.

તે પણ પ્રકાશમાં આવ્યું છે કે, યુવકનો મૃતદેહ એટલો ખરાબ રીતે સડો હતો કે, તેની તપાસમાં તે પુરુષની લાશ છે કે મહિલાની લાશ છે તે શોધવાનું મુશ્કેલ બન્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે, શૌચાલયમાંથી મળી આવેલી લાશ 27 વર્ષના સૂર્યબહેન યાદવની છે. 4 ઓક્ટોબરથી તે વોર્ડમાંથી ગુમ હતો. સુપરિન્ટેન્ડેન્ટ ડો.લલીતકુમાર આનંદેના જણાવ્યા મુજબ, તેમના ગુમ થયાના અહેવાલ નોંધાવાયા હતા.

ગોરેગાંવમાં મેડિકલ ઓફિસર દ્વારા રિફર કરાયા બાદ 30 સપ્ટેમ્બરે સૂર્યભાન યાદવને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યું કે, યાદવે ભરતી દરમિયાન તેમનું યોગ્ય સરનામું નથી આપ્યું. હોસ્પિટલમાં 11 કોરોના પોઝિટિવ દર્દીઓ છે. યાદવને પુરૂષ દર્દીઓ માટે પહેલા માળે વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. એવી આશંકા છે કે, તે 4 ઓક્ટોબરે ટોઇલેટમાં ગયો હતો અને શ્વાસ લેવામાં તકલીફને કારણે પડી ગયો હતો.

હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, 18 ઓક્ટોબર સુધી કોઈ દર્દી કે કર્મચારીને ગંધ આવતી ન હતી, પરંતુ જ્યારે કોઈ વોર્ડ બોયને ખબર પડી કે, ત્રણ શૌચાલયમાંથી એક શૌચાલય ત્રણ દિવસથી બંધ છે અને ત્યાંથી ગંધ આવે છે. તેથી જ્યારે તે દિવાલ પર ચડ્યો, ત્યારે તેણે એક સડેલો મૃતદેહ પડેલો જોયો હતો. ત્યારબાદ હોસ્પિટલે પોલીસને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેઇએમ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle