ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મહારાષ્ટ્રની વીજ કંપનીએ ભાજપા શાસિત 5 વર્ષમાં ગ્રાહકો અને સરકારને 30, 250 કરોડનો ચૂનો લગાવ્યો

Maharashtra power company loses Rs 30, 250 crore to consumers and government in 5 years under BJP rule

મહારાષ્ટ્રમાં એક અત્યંત મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રમાં વીજ સપ્લાય કરતી કંપની ઈકાઈ ‘મહાવિતરણ’ પર આરોપ છે કે તેમણે ગ્રાહકોને 22, 000 કરોડ અને સરકારને 8250 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (MERC) ની તપાસમાં આ કૌભાંડ સામે આવ્યું છે.

MERC એ આ મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરી હતી. આ કમિટી પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ‘મહાવિતરણ’ એ કૃષિક્ષેત્રે વીજળીની ખપત ને જરૂર કરતા વધારીને દર્શાવી હતી અને પાછલા પાંચ વર્ષમાં સરકાર તેમજ ઉપભોક્તાઓ પાસેથી 30,250 રૂપિયા વધુ વસૂલ્યા છે.

ખબર અનુસાર આ કૌભાંડ 2014થી લઈને 2019 વચ્ચે થયું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ‘મહાવિતરણ’ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે નાણાકીય વર્ષ 2018-19 માં કૃષિ ક્ષેત્ર 33,856 મિલિયન યુનિટ વીજળી સપ્લાય કરી છે. જ્યારે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે વાસ્તવમાં 22,856 મિલિયન યુનિટ વીજળી જ સપ્લાય થઈ છે.

મહાવિતરણ દ્વારા વર્ષ ૨૦૧૪ થી લઈને પાંચ વર્ષ સુધી વીજળીને ખપત ને વાસ્તવિકતાથી વધારીને જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે મહા વિતરણ એક સબસિડી પર આધારિત કામ કરે છે, જે ગરીબ ગ્રાહકોને ખેડૂતોને ઓછા ભાવે વીજળી સપ્લાય કરે છે.

મુંબઈ મિરર ની એક ખબર અનુસાર મહાવિતરણ 4 રૂપિયા પ્રતિ યુનિટના ભાવ પર વીજળી ખરીદીને ગ્રાહકોને 6 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે આપે છે. ઇન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ સેક્ટરને આજ વીજળી 3 રૂપિયા વધુ ભાવે આપવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ગ્રાહકોને આજ વીજળી 1.5 રૂપિયા પ્રતિ યુનિટ આપવામાં આવે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈકાઈ એ 2014-19 વચ્ચે વાર્ષિક 4400 કરોડ રૂપિયાની વધુ વીજળી ખરીદી છે. વધારે ખરીદી અને વેચાણના નુકસાન ને છુપાવવા માટે કંપનીએ ગ્રાહકો પર 22,000 કરોડ રૂપિયાનો વધુ બોજ નાખ્યો છે. જ્યારે સરકારને આ દરમિયાન 8,250 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.