ધોરણ 1 થી 9 અને 11 નાં વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર- ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મળશે માસ પ્રમોશન, જાણો કોણે કર્યો નિર્ણય

Published on: 6:05 pm, Wed, 7 April 21

છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી શાળા-કોલેજો બંધ પડી છે. આની સાથે-સાથે જ લોકોને પણ સાવચેતી રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. લાખો લોકો કોરોનાનો શિકાર બની ચુક્યા છે. આની સાથે જ કેટલાંક લોકોનાં માળા પણ વિખેરાઈ ગયાં છે. આવા સમયની વચ્ચે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ધોરણ 9 તથા 11 ના વર્ગના બધાં જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ બઢતી એટલે કે, માસ પ્રમોશન આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના સતત વધતા જતા કેસોને કારણે શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

7 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર સરકારના પહેલાંના આદેશ પ્રમાણે વર્ગ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષા વગર જ બઢતી આપવામાં આવી હતી. શાળાના શિક્ષણ પ્રધાન દ્વારા ટ્વિટર પર જાહેરાત કરવામાં આવી હતી. તેઓ જણાવે છે કે, “COVID-19 ને કારણે ચાલી રહેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સમગ્ર રાજ્યના બધાં જ રાજ્ય બોર્ડના વર્ગમાં ધોરણ 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષા વગર આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે.

મંગળવારનાં રોજ મહારાષ્ટ્રમાં કુલ 55 55,469 કોરોનાનાં કેસ નોંધાયા છે, સમગ્ર રાજ્યમાં ચેપનું પ્રમાણ ખુબ વધી ગયું છે. જ્યારે મૃત્યુ પામેલ લોકોની સંખ્યામાં વધારો થઈને 56,000 ને પણ પાર કરી ચુકી છે. સતત વધતી જઈ રહેલ કોરોનાની સ્તિથીને ધ્યાનમાં લેતાં લોકડાઉન પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.